City Civil Court/ બદનક્ષી કેસ મામલે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું,યુનિવર્સિટી સ્ટેટ છે તે માનહાનિનો દાવો કરી શકે નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ પર બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે, આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા પરતું કોર્ટેસુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું

Top Stories Gujarat
9 5 બદનક્ષી કેસ મામલે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું,યુનિવર્સિટી સ્ટેટ છે તે માનહાનિનો દાવો કરી શકે નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ પર બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે, આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા પરતું કોર્ટેસુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેથી આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને સિટી સિવિલ કોર્ટને 10 દિવસમાં નિર્ણય લેવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજે આ મામલે  સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીઓના વકીલે રજૂઆત કરી હતી.  આરોપીઓ તરફી રજૂઆત કરાઈ હતી કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે મેટ્રો કોર્ટે ખોટા સમન્સ નીકાળ્યા છે. તે યોગ્ય નથી. કારણ કે, ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી સંસ્થા છે. તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહીં. યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પુરાવા મૂક્યા નથી. જે વીડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ મૂકાયા છે તેને ચકાસવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે છે. સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહિ. બંને આરોપીઓએ એટલું જ કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ડિગ્રી બતાવી હતી. તે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી. તેથી તે ફ્રોડ હોઈ શકે?  બંને આરોપીઓએ જુદી દુદી પ્રેસ કરી હતી. તેનો સમયગાળો પણ જુદો જુદો હતો. પરતું  બંને સામે એક ફરિયાદ કરવામાં આવી છે

નોંધનીય છે કે  આરોપીઓના વકીલોને સિટી સિવિલ કોર્ટે લગભગ 2.30થી 3 કલાક સાંભળ્યા બાદ ગુજરાત યુનવર્સિટીના વકીલે રજૂઆત કરવા સમય માંગતા આવતીકાલે જન્મષ્ટમીની રજા હોવાથી ત્યારપછીની 8 ઓગસ્ટની મૂદત આપવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના વકીલ તેમની રજૂઆત કરશે.