Not Set/ ચૂંટણી બોન્ડ પર SCનો આદેશ – દરેક રાજકીય પક્ષે ચૂંટણી પંચને ફંડની માહિતી આપવી પડશે

નવી દિલ્હી, ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક રાજકીય પક્ષને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જે પણ ફંડ કે દાન મળતું હોય તે અંગેની સમગ્ર માહિતી ચૂંટણી પંચને 30 મે સુધી સીલ બંધ કવરમાં આપવાનો નિર્દેશ કર્યો છે. આ કવરમાં રાજકીય પક્ષે ફંડ આપનાર વ્યક્તિની પણ સમગ્ર માહિતી ચૂંટણી પંચને […]

Top Stories
SC1 kmWE 621x414@LiveMint 1ec5 ચૂંટણી બોન્ડ પર SCનો આદેશ - દરેક રાજકીય પક્ષે ચૂંટણી પંચને ફંડની માહિતી આપવી પડશે

નવી દિલ્હી,

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક રાજકીય પક્ષને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જે પણ ફંડ કે દાન મળતું હોય તે અંગેની સમગ્ર માહિતી ચૂંટણી પંચને 30 મે સુધી સીલ બંધ કવરમાં આપવાનો નિર્દેશ કર્યો છે. આ કવરમાં રાજકીય પક્ષે ફંડ આપનાર વ્યક્તિની પણ સમગ્ર માહિતી ચૂંટણી પંચને સોંપવી પડશે.

ચૂંટણી પંચને પણ ઇલેક્ટોરલ બોન્ડની માહિતી સેફ કસ્ટડીમાં રાખવાનો આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટ કાનૂનમાં ફેરફાર અંગેનું વિસ્તૃત રીતે અવલોકન કરશે અને ત્યારબાદ કોઇ રાજકીય પક્ષ તરફ સંતુલન ના થતું હોય તે પણ સુનિશ્વિત કરશે.

ઉલ્લેખનીય છે કે અરજીકર્તા સંગઠન એડીઆરે ઇલેક્ટોરલ બોન્ડની માન્યતાને પડકાર આપતી અરજી કરી હતી. અરજીકર્તા અનુસાર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા માટે રાજકીય દાન કોન આપી રહ્યું છે તે જાણવું આવશ્યક છે. અરજીકર્તાના વકીલે દલીલ કરતા મોટા ભાગનું દાન કે ફંડ સતારૂઢ પક્ષમાં ગયા હોવાનું કહ્યું હતું.

શું છે ચૂંટણી બોન્ડ?

વર્ષ 2017 મા સરકાર દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ વ્યવસ્થાની ઘોષણા કરવામાં આવી હતી. ચૂંટણી બોન્ડ ટેક્સમાં છૂટછાટ મેળવવા કે પછી વ્યાજની કમાણી કરવાનું સાધન નથી. ચૂંટણીના ફંડમાં સુધારાના ઉદ્દેશ સાથે તેનો પ્રસ્તાવ કરાયો છે.

દેશના કેટલાક રાજકીય પક્ષો માટે સૂચિત બેંક દ્વારા ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવે છે. જો આપ કોઇ રાજકીય પક્ષને દાન અથવા ફંડ આપવા માટે ઇચ્છુક હોવ તો તમે ડિજીટલ કે ચેકના માધ્યમથી બોન્ડ માટે ચૂકવણી કરીને તેને ખરીદી શકો છો. ત્યારબાદ તમે એક નોંધણી કરાયેલા રાજકીય પક્ષને કોઇ દાન કરવા માટે સ્વતંત્ર છો. ફંડ આપનારની માહિતી ગોપનીય રખાય છે. અહીયા રાજકીય પક્ષને પણ દાન આપનાર વ્યક્તિ વિશે જાણકારી નથી મળતી.

રાજકીય પક્ષ આ બોન્ડને તેના બેંક ખાતાના માધ્યમથી રૂપિયામાં તબદીલ કરી શકે છે. તે માટે ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાની જાણકારી ચૂંટણી પંચને આપવી ફરજીયાત છે. બોન્ડને એક નિશ્વિત સમયની અવધિ માટે જ બેંકમાં જમા કરી શકાય છે. વિલંબ થવા પર તેની ચૂકવણી રદ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ આ બોન્ડને જારી કરવાનો અધિકાર ધરાવે છે. જેને સૂચિત બેંકોના માધ્યમથી વેચવામાં આવે છે.