Not Set/ ફિલ્મ બાદ હવે નાના પડદે પોતાના જલવા બતાવશે બેબો બેગમ

મુંબઈ, બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂરે ઘણી સફળ ફિલ્મસ આપી છે અને આગવી ઓળખ પણ બનાવી છે. ત્યારે હવે તે ખૂબ જલદી નાના પડદે જોવા મળશે. બોલિવૂડ એકટ્રેસ અને  બેબો તરીકે જાણીતી કરીના કપૂર હવે ફિલ્મની સાથે સાથે નાના પડદે પણ દેખાશે. કરીના કપૂર એક  ડાન્સ રિયાલિટી શોને જજ કરવાની છે. વર્ષ 2002માં રેફ્યૂજી ફિલ્મ દ્વારા […]

Uncategorized
bebo begum ફિલ્મ બાદ હવે નાના પડદે પોતાના જલવા બતાવશે બેબો બેગમ

મુંબઈ,

બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂરે ઘણી સફળ ફિલ્મસ આપી છે અને આગવી ઓળખ પણ બનાવી છે. ત્યારે હવે તે ખૂબ જલદી નાના પડદે જોવા મળશે.

બોલિવૂડ એકટ્રેસ અને  બેબો તરીકે જાણીતી કરીના કપૂર હવે ફિલ્મની સાથે સાથે નાના પડદે પણ દેખાશે. કરીના કપૂર એક  ડાન્સ રિયાલિટી શોને જજ કરવાની છે. વર્ષ 2002માં રેફ્યૂજી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરનારી કરીનાનું બોલિવૂડમાં એક આગવું સ્થાન છે અને તેણે અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ તેમજ હટ કે ફિલ્મસ આપી છે. વળી તેની ફિલ્મસ એવી હતી જે તેણે ફક્ત પોતાના બળે હિટ બનાવી હોય.

કરીના લગ્ન કરીને ઠરીઠામ થયા બાદ તેમજ એક પુત્રની માતા બન્યા બાદ પણ તેની લોકપ્રિયતા યથાવત છે.  અને હવે તેણે નિર્ણય કર્યો છે કે તે નાના પડદે પણ સક્રિય થશે. ટીવી એકટર ધીરજ ધૂપરે  એક અંગ્રેજી એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આ અંગે જણાવ્યું હતું કે  કરીના રિયાલિટી શોને જજ કરવા ઘણી ઉત્સાહિત છે અને કરીનાના મતે આ એક અલગ જ પ્રકારનો અનુભવ હશે.

ધીરજે જણાવ્યું હતું કે કરીના સામે ઉભા રહીને શોને હોસ્ટ કરવા હું પણ ઘણો આતુર છું.

જોકે કરીનાનો આ શો ક્યારથી શરૂ થશે કે રિયાલિટી શોનું શૂટિંગ કયારથી અને કયા શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નહોતી. કરીના હાલમાં સરોગસી આધારિત તેની એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ પ્રોજેક્ટમાંથી ફ્રી થતા જ કરીના રિયાલિટી શો સાથે સંકળાશે.