Not Set/ જાણો આજે આપનું રાશિ ભવિષ્ય શું કહે છે

તા. 11-11-2018ને રવિવારના રોજ આપ સૌનો દિવસ કેવો રહેશે? તે અંગેની રાશિ વાર સંક્ષિપ્ત માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. મેષ : પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વ્યય થશે. કોઈ વ્યક્તિથી ભય રહેશે. તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. સત્સંગનો લાભ મળી શકે છે. મનોરંજનનો સમય પ્રાપ્ત થશે. વ્યવસાય ઠીકઠીક ચાલશે. પ્રસન્નતા રહેશે. વૃષભ: વાહન, […]

Uncategorized
Know today what your zodiac future says

તા. 11-11-2018ને રવિવારના રોજ આપ સૌનો દિવસ કેવો રહેશે? તે અંગેની રાશિ વાર સંક્ષિપ્ત માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

મેષ :

પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વ્યય થશે. કોઈ વ્યક્તિથી ભય રહેશે. તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. સત્સંગનો લાભ મળી શકે છે. મનોરંજનનો સમય પ્રાપ્ત થશે. વ્યવસાય ઠીકઠીક ચાલશે. પ્રસન્નતા રહેશે.

વૃષભ:

વાહન, મશીનરી અનેન અગ્નિ વગેરે પ્રયોગમાં સાવધાની રાખવી. ખાસ કરીને સ્ત્રીઓ સાવધાની રાખે. બીજાના મામલામાં દખલ ન કરો. વિવાદ વધવા ન દો. જૂનો રોગ ઉભરી શકે છે. જોખમ અને જમાનતના કાર્યો ટાળો. વ્યવસાય ઠીકઠીક ચાલશે. આર્થિક સમસ્યાની માટે કરજ લેવું પડી શકે છે. વિવેકનો ઉપયોગ કરવો. લાભ વધશે.

મિથુન:

સંતાન પક્ષની ચિંતા રહેશે. ઈજા અને રોગથી બચવું. પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે. કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિથી સહયોગ મળશે.આવક બની રહેશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. યાત્રા મનોરંજક રહેશે. મનોરંજનના સાધનોની પ્રાપ્તિ સંભવ છે. ઇષ્ટ મિત્ર અને સગાં-સબંધીઓની સાથે મેળાપ વધશે. ઘરની બહાર પ્રસન્નતા રહેશે.

કર્ક: 

શત્રુઓથી મતભેદ ઓછાં થશે. જમીન અને મકાન વગેરેના ખરીદ વેચાણની યોજના બની શકે છે. પ્રગતિના માર્ગ ખુલ્લી શકે છે. આવકમાં વધારો થશે. નવાં મિત્રો બનશે. લોકોની સાથે મેળાપ વધશે. ઘરમાં અશાંતિ રહી શકે છે. સામંજસ્ય બનાવશો. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહેશે. ખર્ચ થશે. કુસંગતિથી હાની થશે. વિવેકથી કાર્ય કરવા.

સિંહ: 

પાર્ટી અને પીકનીકનો આનંદ મળશે. રચનાત્મક કાર્ય પૂર્ણ સફળ થશે. વિશેષ જ્ઞાની વ્યક્તિથી માર્ગદર્શન મળી શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત થશે. મિત્રો અને સંબંધીઓથી સારો સમય પસાર થશે. વ્યવસાય ઠીક ચાલશે. ચિંતા, ભય અને  તણાવનું વાતાવરણ બની શકે છે. સાવધાન રહેવું.

કન્યા: 

લેણ-દેણમાં સાવધાની રાખવી. વિવાદને વધવા ન દો. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થવાથી ખિન્નતા રહેશે. દુઃખદ સમાચાર મળી શકે છે. જૂનો રોગ ઉભરી શકે છે. વ્યવસાય ઠીકઠીક રહેશે. શાંતિથી કાર્ય કરવું. લાભમાં અનુકૂળતા રહેશે. ખર્ચવૃદ્ધિ થશે. દુષ્ટજન હાની પહોંચાડી શકે છે. જોખમ અને જમાનતના કાર્ય ટાળવા.

તુલા: 

વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. થોડા પ્રયાસોથી જ કાર્ય બનશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આવકના નવાં સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. વરિષ્ઠજનોની સાથે સંપર્ક વધશે. યાત્રા મનોકુલ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરાક્રમમાં વૃદ્ધિ થશે. રોકાણ શુભ રહેશે. અજ્ઞાત ભય સતાવશે. ઘર-બહાર પ્રસન્નતા રહેશે.

વૃશ્ચિક: 

વાણી પર નિયંત્રણ જરૂરી છે. અધિક બોલવાથી કામ બગડી શકે છે. રાજભય રહેશે. ઉતાવળ ના કરવી. બેચેની રહેશે. થાક અનુભવશો. વ્યવસાય ઠીકઠીક ચાલશે. ઘરે અતિથીઓનું આગમન થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દોડધામ વધુ રહેશે.

ધન: 

અપ્રત્યાશિત લાભ મળી શકે છે. લોટરી અબે સટ્ટાના ચક્કરમાં ના પડવું. યાત્રાથી લાભ થશે. બેરોજગારી દૂર કરવાના પ્રયાસો સફળ રહેશે. રોકાણ લાભકારક રહેશે. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. ઉચ્ચાધિકારી પ્રસન્ન રહેશે. બેચેની રહેશે. ઈજા અને રોગથી બચવું. ફાલતું વાતોમાં ધ્યાન ન આપવું. વ્યવસાય ઠીક ચાલશે.

મકર:

કુસંગતિથી હાની થશે. વ્યર્થ કામોમાં સમય બગડશે. ખોટો ખર્ચ થશે. ઝંઝટોમાં ન પડવું. વિવેકથી કામ કરવું. કોઈ અપરિચિતની વાતોમાં ન આવવું. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. જોખમ અને જમાનતના કાર્યોને ટાળવા. વ્યવસાય ઠીક રહેશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. પ્રયાસ સતત કરતા રહેવું.

કુંભ: 

પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બાકી વસૂલાતનો પ્રયાસ સફળ રહેશે. આવકમાં વધારો થશે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. આવકના નવાં સ્ત્રોત પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે. રોકાણમાં લાભ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભય રહેશે. સુખના સાધનો પર ખર્ચ થશે.ઘરેલું સમસ્યાઓમાં ઘટાડો થશે.

મીન:

શારીરિક કષ્ટથી પરેશાની બની રહેશે. લેણ-દેણમાં સાવધાની રાખવી. નવી યોજનાઓ બનશે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઘર-બહાર પ્રસન્નતા રહેશે. ભાગ્યનો સાથ મળશે. ભાગીદારો વચ્ચેના મતભેદમાં ઘટાડો થશે. ઘરેલું મામલાઓમાં સુધારો આવશે. વ્યવસાય ઠીક ચાલશે. પ્રમાદ ન કરવો.