Not Set/ ગાંધીનગર/ જાહેર સ્થળો કે રસ્તાઓ પર ગંદકી કરનારનું  આવી જ બન્યું….

ગાંધીનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સ્થળો, રસ્તોઓ પર થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે કે ફેલાવશે તેવી વ્યક્તિ પાસેથી પણ રૂપિયા ૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવશે, તેવું ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે. આ જાહેરનામામાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જાહેર સ્થળો પર પાન, ગુટકા, તમાકુ અને દારૂના વપરાશ […]

Uncategorized
3a82c9256beb9ae3d2874243be58da9f ગાંધીનગર/ જાહેર સ્થળો કે રસ્તાઓ પર ગંદકી કરનારનું  આવી જ બન્યું....

ગાંધીનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સ્થળો, રસ્તોઓ પર થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે કે ફેલાવશે તેવી વ્યક્તિ પાસેથી પણ રૂપિયા ૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવશે, તેવું ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે.

આ જાહેરનામામાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જાહેર સ્થળો પર પાન, ગુટકા, તમાકુ અને દારૂના વપરાશ પર પણ પ્રતિબંઘ મુક્યો છે. તેમજ માસ્ક કે ફેસ કવર પહેર્યા વગર ફરશે તેવા વ્યક્તિ પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના કન્ટેન્ટમેન્ટ/માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારના ૭.૦૦ કલાક થી રાત્રિના ૭.૦૦ કલાક ફકત આવશ્યક સેવાઓ સાથે સંકાળાયેલી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. તે ઉપરાંત તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ, રિચર્સ અને કોચીંગ સંસ્થાઓ, સિનેમા હોલ,જીમ્સ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, ઓડિટોરિયમ હોલ, સામાજિક, ઘાર્મિક, રાજકીય, મનોરંજન, એકેડેમીક, સાંસ્કૃતિક અને અન્ય મોટી મેદની એકઠી કરે તેવા સમારંભ યોજી શકાશે નહિ. પરંતુ મરણ જેવા પ્રસંગ માટે ૨૦ વ્યક્તિઓ અને લગ્ન સમારંભમાં ૫૦ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. તેમજ લાયબ્રેરીઓ ૬૦ ટકા ક્ષમતાથી ચાલું કરી શકાશે. બસ સેવાઓ ચાલું થશે. જયારે સીટી બસ અને ખાનગી બસ સેવાઓમાં ૬૦ ટકા ક્ષમતાથી મુસાફરો બેસાડી શકાશે. રીક્ષામાં એક ડ્રાઇવર અને બે મુસાફર, નાની કારમાં એક ડ્રાઇવર અને બે વ્યક્તિ ૬ સીટો ઘરાવતી કારમાં એક ડ્રાઇવર અને ત્રણ વ્યક્તિઓ બેસાડી શકાશે. દ્રિચક્રીય વાહનમાં એક અને એક જઇ શકશે.

દુકાનો સાંજના ૮.૦૦ કલાક સુધી જયારે રેસ્ટોરન્ટ રાત્રિના ૯.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. કામદારો, કર્મચારીઓ, દુકાનના માલિકો કે જેમના ઘર/રહેઠાણ/નિવાસ સ્થાન કન્ટેન્ટમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તેઓને તેમના ઝોનમાંથી બહાર આવવાની પરવાનગી આપી શકાશે નહી. તમામ જાહેર સ્થળોએ છ ફૂટ ( બે ગજ) સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે દુકાનદાર સંચાલકે પાંચ કે તેથી વધુ લોકોને એક સાથે એક સમયે ભેગા થવા ન દેવા અને લગ્ન પ્રસંગોએ થતાં સમારંભોમાં સામાજિક અંતરનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.જેમાં મહેમાનોની સંખ્યા ૫૦ થી વધવી ન જોઇએ.તેની સાથે તમામ કામકાજના સ્થળોએ શક્ય હોય ત્યાં સુધી વર્ક ફોમ હોમ નો સિધ્ધાંત અનુસરવાનો રેહશે. Staggering of work/ Business hours નું ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ તમામ ઓફિસો, કામકાજના સ્થળો, દુકાનો, બજારો, તેમજ વાણિજયિક અને ઔધોગિક એકમોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તાપમાનની ચકાસણી, હાથ ધોવા તથા બની શકે તો સ્પર્શ રહિત સેનેટાઇઝરની વ્યવસ્થા દરેક પ્રવેશ અને બહાર નીકળવાના પોઇન્ટના સ્થળે તથા સામાન્ય સ્થળોએ ઉપલબ્ઘ કરાવવાની રહેશે. સમગ્ર કાર્યક્ષેત્રની વારંવાર સફાઇ કરવાની રહેશે. તેમજ સામાન્ય સુવિધાના સ્થળો તથા બધી જ એવી જગ્યાઓ જે માનવ સંપર્કમાં આવતી હોય તેવી દરેક શીફટ બાદ સફાઇ કરવાની રેહશે. કાર્ય સ્થળ પર રહેલ વ્યક્તિઓએ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તેકદારી રાખવાની રહેશે.

આ જાહેરનામાનો અમલ તા.૦૧ થી ૩૧ મી જુલાઇ, ૨૦૨૦ સુધી રેહશે.  આ હુકમ સરકારી ફરજ કામગીરી  ઉપર હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી, એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓ તેમજ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા અધિકૃત પાસ ઘરાવતા વ્યક્તિઓ અને વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.