Not Set/ એવું તો શું બન્યું કે પ્રેમિકાએ પ્રેમીનું ગુપ્તાંગ કાપી કાઢ્યું

ઓડિશા, ઓડિશમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીનું શિશ્ન કાપી કાઢયાનો ચકચાર ભર્યો બનાવ સામે આવ્યો છે.25 વર્ષીય યુવક રાજેન્દ્ર નાયકનો પ્રાઇવેટ પાર્ટ તેની પ્રેમિકાએ કાપી કાઢ્યા પછી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.રાજેન્દ્રના પરિવારના સભ્યોની ફરિયાદ બાદ પોલીસે 24 વર્ષની પ્રેમિકાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઓડિશાના કેન્ઝહર જિલ્લાના બદુગન ગામ ખાતે […]

India Trending
IMG 20181111 120109 એવું તો શું બન્યું કે પ્રેમિકાએ પ્રેમીનું ગુપ્તાંગ કાપી કાઢ્યું

ઓડિશા,

ઓડિશમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીનું શિશ્ન કાપી કાઢયાનો ચકચાર ભર્યો બનાવ સામે આવ્યો છે.25 વર્ષીય યુવક રાજેન્દ્ર નાયકનો પ્રાઇવેટ પાર્ટ તેની પ્રેમિકાએ કાપી કાઢ્યા પછી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.રાજેન્દ્રના પરિવારના સભ્યોની ફરિયાદ બાદ પોલીસે 24 વર્ષની પ્રેમિકાની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઓડિશાના કેન્ઝહર જિલ્લાના બદુગન ગામ ખાતે યુવતીના ઘરે આ બનાવ બન્યો હતો.

કમલા પત્રા નામની મહિલાએ પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે. કમલા અને રાજેન્દ્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મહિલાએ ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હતું.

રાજેન્દ્ર નાયક ચેન્નાઇ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે. રાજેન્દ્રને કમલા સાથે પ્રેમ સંબંધ હતો. તે જ્યારે પણ ચેન્નાઇથી આવતો હતો ત્યારે મહિલાના ઘરે જતો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, રાજેન્દ્રએ કમલાને લઈને કોઈ ગંદી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટ બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં યુવક જ્યારે ઊંઘી ગયો હતો ત્યારે કમલાએ ગુસ્સામાં આવીને તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું. બનાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.