ભાવનગર/ વિકાસથી વંચિત કણકોટ ગામ, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ

કણકોટ ગ્રામ પંચાયતની બિલ્ડીંગ છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થઇ પડી છે. જો ગ્રામ પંચાયતની ખુદની બિલ્ડિંગના જ ઠેકાણા ન હોય તો અન્ય વિકાસના કામોની તો ગ્રામજનો કઈ રીતે આશા રાખે.

Gujarat Others Trending
ભાવ 3 વિકાસથી વંચિત કણકોટ ગામ, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ

ભાવનગર જિલ્લાનું કણકોટ ગામ વિકાસથી વંચિત છે. સ્થાનિકોને રોડ-રસ્તા, ડ્રેનેજ તેમજ ગંદકીની સમસ્યાનો સામનો કરવો પડે છે. શું છે ગામની સમસ્યાઓ અને શું છે ગ્રામજનોની માંગ. આવો જોઈએ.

  • કણકોટમાં ક્યારે વિકાસ? 
  • બિસ્માર રોડ- રસ્તાથી પરેશાન ગ્રામજનો
  • પંચાયતની બિલ્ડિંગ પર જમીનદોસ્ત
  • ગામમાં વિકાસની માત્ર વાતો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ કણકોટ ગામ કે જ્યાં અનેક સમસ્યાઓના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ જિલ્લામાં અનેક ગામો આધુનિક વિકાસશીલ અને આદર્શ ગામ બની ગયા છે.  ત્યારે બીજી બાજુ કણકોટ ગામના લોકો સામાન્ય સુવિધાઓથી પણ વંચિત છે. શહેરના રસ્તાથી કણકોટ ગામ સુધી પહોંચવા પણ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના જોડતા તમામ રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. જેના કારણે ગ્રામજનો શહેર તરફ જવાનુ પણ ટાળે છે. આ ગામમાં ક્ષત્રિય, રાજપૂત, પટેલ અને કોળી સમાજના લોકો રહે છે.  અને ચારેય જ્ઞાતિના સરપંચ રહી ચૂક્યા છે, છતાં ગામ વિકાસથી વંચિત છે.

ભાવનગર વિકાસથી વંચિત કણકોટ ગામ, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ

એટલું જ નહીં ગ્રામ પંચાયતની બ્લિડિંગ પણ છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થઈ છે. અને તમામ કામગીરી પ્રાથમિક શાળામાં કરવામાં આવે છે. ગામના તમામ રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ આ ગામના તમામ વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળે છે. ડ્રેનેજની સુવિધા અંગેની પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે વિકાસની માત્ર વાતો કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

ભવ 2 વિકાસથી વંચિત કણકોટ ગામ, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ

સામાન્ય સુવિધાઓ પણ ન મળતા ગ્રામજનો રોષે ભરાયા છે. અને આગામી સમયમાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણીમાં જે પણ સરપંચ ચૂંટાય તે ગામમાં વિકાસના કામો કરે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું કણકોટ ગામ કે જ્યાં આજ સુધી અનેક સમસ્યાઓને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે. કણકોટ ગામ ના લોકો વિકાસ શું કહેવાય તે અંગે નિરાશા સાથે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ભાવનગર જિલ્લામાં અનેક ગામો આધુનિક વિકાસશીલ અને આદર્શ ગામ બની ગયા છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું કણકોટ ગામે આજ સુધી વિકાસના નામે કોઈપણ સુવિધા ઉપલબ્ધ થઇ નથી. ભાવનગર શહેરથી ભાવનગર શહેરથી ૨૦ કિલોમીટર દૂર ફરીયાદકા અને વાળુકડ તરફ થી કણકોટ ગામે જઈ શકાય છે. પરંતુ કણકોટ પહોંચવા સુધીમાં રસ્તાઓની જે પરિસ્થિતિ છે તેને લઈને ગ્રામજનોને શહેર તરફ જવું ખૂબ મુશ્કેલ બન્યું છે. કણકોટ ને જોડતા તમામ રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે.જેને લઇને ગ્રામજનો શહેર તરફ જવાનું ટાળે છે.

ભાવનગર 1 વિકાસથી વંચિત કણકોટ ગામ, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ

કણકોટ ગામે વિકાસ અને સુવિધાને લઈને વાત કરવામાં આવે તો કણકોટ ગ્રામ પંચાયતની બિલ્ડીંગ છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થઇ પડી છે. જો ગ્રામ પંચાયતની ખુદની બિલ્ડિંગના જ ઠેકાણા ન હોય તો અન્ય વિકાસના કામોની તો ગ્રામજનો કઈ રીતે આશા રાખે. કણકોટ ગ્રામ પંચાયતની તમામ કામગીરી હાલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવે છે. કણકોટ ગામ ની વસ્તી અંદાજે ૧૫૦૦ ની છે. અને આ ગામમાં મુખ્યતવે ચાર જ્ઞાતિના લોકોનું પ્રભુત્વ છે. જેમાં ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ અને કોળી સમાજનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં યોજાયેલી તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચારે જ્ઞાતિઓમાં થી સરપંચ તરીકે ચૂંટાઇને આવેલા છે. તેમજ આ ગામમાં તમામ સમાજના લોકો એકસંપ થઈને રહે છે. પરંતુ જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે ગ્રામજનોની માંગ કોઈને કોઈ પ્રકારે સ્વીકારાતી નથી. ગામમાં વિકાસના નામે કહી શકાય તો માત્રને માત્ર આરોગ્ય સેવા નિયમિત પણે અને સારી રીતે મળે છે. પરંતુ ગામના ગેટ થી લઈને સમગ્ર ગામના તમામ રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળી રહ્યા છે. જ્યારે હાલ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા ની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે કણકોટ ગામે તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અને જ્યારે વાત કરવામાં આવે તો ડ્રેનેજની સુવિધા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. કણકોટ ગામ એ આવવા જવાના રસ્તા પર આવેલા પુલ માં ચોમાસા દરમિયાન પાણી આવી જતા ગ્રામજનોના ઘરોમાં પાણી પહોંચી જાય છે. આ તમામ સમસ્યાને લઈને કણકોટ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે તમામ જ્ઞાતિના લોકો હળી મળીને એક સંપન્ન થઇને રહે છે ત્યારે આવનારા સરપંચ માટે રોજ ચાલવાને બદલે ગ્રામજનો દ્વારા કણકોટ ગામના વિકાસ અંગેની કામગીરી કરવા માંગ કરી હતી.

ગુજરાત / કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટની દસ્તકને પગલે આરોગ્ય વિભાગ સજ્જ, આવી છે તૈયારીઓ

Kutch / રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ