Not Set/ જુઓ આ છે અલીબાબા કંપનીના માલિક જૈક માની ડુપ્લીકેટ કોપી

દુનિયામાં અબજો લોકો વસવાટ કરે છે પરંતુ દરેકના ચહેરા જુદા છે. કોઈ કારણસર અમુક લોકોના ચહેરા સરખા હોય છે. અલીબાબા કંપનીના માલિક જૈક માં જેવો જ એક વ્યક્તિનો ચહેરો છે જેને લીધે તેને ૧૩ લાખ પણ વધારે ફોલોવર્સ છે.૩૯ વર્ષીય વુ શુએલિનનો ચહેરો ઘણે અંશે જૈક સાથે મળતો છે. સોશિયલ મીડિયામાં અત્યાર સુધી વુ ના […]

Top Stories World Trending
jack જુઓ આ છે અલીબાબા કંપનીના માલિક જૈક માની ડુપ્લીકેટ કોપી

દુનિયામાં અબજો લોકો વસવાટ કરે છે પરંતુ દરેકના ચહેરા જુદા છે. કોઈ કારણસર અમુક લોકોના ચહેરા સરખા હોય છે. અલીબાબા કંપનીના માલિક જૈક માં જેવો જ એક વ્યક્તિનો ચહેરો છે જેને લીધે તેને ૧૩ લાખ પણ વધારે ફોલોવર્સ છે.૩૯ વર્ષીય વુ શુએલિનનો ચહેરો ઘણે અંશે જૈક સાથે મળતો છે.

સોશિયલ મીડિયામાં અત્યાર સુધી વુ ના ૧૩.૫ લાખ ફોલોવર્સ છે. વુ સાથે ફોટો પડાવવા માટે લોકોની લાઈન  તેમની દુકાનની બહાર લાગી જાય છે. જે કોઈ પણ વુ ની દુકાનમાં સામાન લેવા આવે છે તો સેલ્ફી લેવાનું ભૂલતા નથી.વારંવાર ફોલોવર્સની સંખ્યા વધતી જતી જોઇને વુ એ પોતાનું નામ બદલીને લીટલ જૈક મા રાખી દીધું છે.વુ નું કહેવું છે કે તેમનો ચહેરો જૈક મા સાથે મળતો હોવાને લીધે તેમને ધંધામાં પણ ઘણો લાભ થયો છે.

વુ એ વધુમાં કીધું હતું કે અલીબાબાના માલિક જેવું દેખાવું એ મારા માટે એક ગર્વની વાત છે. વુની લોકપ્રિયતા વિષેની જાણ જૈક મા ને પણ થઇ ગઈ છે અને તેઓ વુ ની દુકાનને આર્થિક મદદ પણ કરવા માંગે છે.જો કે આ પ્રસ્તાવને વુ એ ના પડી દીધી હતી કેમ કે તેઓ એમની કારીયાણાની દુકાન છોડીને ક્યાય જવા નથી માંગતા.