Not Set/ ૧૦૦ TV ચેનલ જોવા માટે ગ્રાહકોએ ચુકવવા પડશે માત્ર આટલા રૂપિયા

નવી દિલ્હી, TV દર્શકોએ માટે આવતા મહિનાથી પોતાની મનપસંદ ચેનલ જોવા માટેનો ખર્ચ ઓછો થવા જઈ રહ્યો છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, દર્શકોએ હવે ૧૫૩ રૂપિયાના પ્રતિ મહિના ખર્ચ કરીને ૧૦૦ ચેનલ જોઈ શકે છે. આ રકમ GST સહિત હશે. TRAI દ્વારા પોતાના આ આદેશને લઈ ગ્રાહકોને ૩૧ જાન્યુઆરી […]

Top Stories Trending Business
hqdefault ૧૦૦ TV ચેનલ જોવા માટે ગ્રાહકોએ ચુકવવા પડશે માત્ર આટલા રૂપિયા

નવી દિલ્હી,

TV દર્શકોએ માટે આવતા મહિનાથી પોતાની મનપસંદ ચેનલ જોવા માટેનો ખર્ચ ઓછો થવા જઈ રહ્યો છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, દર્શકોએ હવે ૧૫૩ રૂપિયાના પ્રતિ મહિના ખર્ચ કરીને ૧૦૦ ચેનલ જોઈ શકે છે. આ રકમ GST સહિત હશે.

TRAI દ્વારા પોતાના આ આદેશને લઈ ગ્રાહકોને ૩૧ જાન્યુઆરી પહેલા ૧૦૦ ચેનલની પસંદગી કરવા માટે કહ્યું છે, કારણ કે આ નવી સિસ્ટમ ૧ ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહી છે.

અ માટે ગ્રાહકોને મોબાઈલ પર SMS મોકલીને જાણકારી આપવામાં આવી રહી છે.

ગ્રાહકોને ૧૫૩ રૂપિયામાં ૧૦૦ ચેનલ્સના સ્લોટ માટે નેટવર્ક કેપિસિટી ફીના રૂપમાં આપવાના છે. જેમાં જો તમે માત્ર ફ્રી ટુ એર ચેનલની પસંદગી કરો છો તો તમારે કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહિ.

 જો કે ગ્રાહકો ૧૦૦થી વધુ ચેનલ જોવે છે તો તેઓએ આગળની ૨૫ ચેનલો માટે ૨૦ રૂપિયા વધારાના આપવા પડશે.

આ નંબર પર કોલ કરીને મેળવી શકો છો વધારે જાણકારી

ગ્રાહકો ૦૧૧ – ૨૩૨૩૭૯૨૨ અને ૦૧૧ – ૨૩૨૨૦૨૦૯ પર કોલ કરીને તેમજ advbcs-2@trai.gov.in અથવા તો arvind@gove.in પર ઈમેલ કરીને વધારાની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.