Cricket/ T20 ટીમમાં ઋષભ પંતનું સ્થાન અનિશ્ચિત, વસીમ જાફરે જણાવ્યું કારણ

T20માં તે પોતાના નામ અને સ્ટેટસ પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં પણ આ અત્યાર સુધી જોવા મળ્યું છે. પંત નસીબદાર હતો કે તેને…

Trending Sports
વસીમ જાફરનું નિવેદન

વસીમ જાફરનું નિવેદન: ઋષભ પંત એક એવો ખેલાડી છે જે થોડી ઓવરમાં જ મેચનો માર્ગ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, બેટિંગમાં તેનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. ખાસ કરીને T20માં તે પોતાના નામ અને સ્ટેટસ પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં પણ આ અત્યાર સુધી જોવા મળ્યું છે. પંત નસીબદાર હતો કે તેને કેએલ રાહુલની ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી મળી. પરંતુ, તેનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નહોતું. જો આગળ પણ આવું પ્રદર્શન ચાલુ રહેશે તો બની શકે છે કે તેને T20 ટીમમાં સ્થાન ન મળે. આ કહેવું છે પૂર્વ ભારતીય ઓપનર અને ક્રિકેટ એક્સપર્ટ વાસિફ જાફરનું. જાફરનું માનવું છે કે પંત હાલમાં જે પ્રકારના ફોર્મમાં છે તે જોતાં તેને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં તેના સ્થાન અંગે ખાતરી નથી.

વસીમ જાફરે જણાવ્યું કે, “તમારી પાસે KL રાહુલ છે. જ્યારે તે ઈજામાંથી પરત ફરે છે ત્યારે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જાય છે. પંતના તાજેતરના ફોર્મને જોતા મને નથી લાગતું કે તેનું સ્થાન T20 ટીમમાં નિશ્ચિત છે.

જાફરે વધુમાં જણાવ્યું કે, “પંતે સતત રન બનાવવા પડશે અને તેના પ્રદર્શનમાં સાતત્ય લાવવું પડશે. તેણે આઈપીએલ 2022માં પણ આવું પ્રદર્શન કર્યું નથી. ટી20માં તેનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી મ્યૂટ છે. મેં ભૂતકાળમાં ઘણી વાર કહ્યું છે કે પંત જે રીતે ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે. વનડેમાં પણ કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. પરંતુ, આ વિકેટ કીપર બેટ્સમેન T20માં આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેથી મારા મત મુજબ ઋષભ પંતની ટી20 ટીમમાં સ્થાન નિશ્ચિત નથી.

પંતે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામે 3 T20માં કુલ 40 રન બનાવ્યા છે. અગાઉ, તેણે IPL 2022ની 14 મેચોમાં દિલ્હી કેપિટલ્સ માટે 151ના સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા હતા. પરંતુ, તે આખી સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. પંત ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, તે પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે અને આ જ કારણ છે કે તે ટેસ્ટ અને ODI જેવી T20માં આક્રમક બેટ્સમેન તરીકે પોતાની છાપ છોડી શકતો નથી.

આ પણ વાંચો: Sonia Gandhi Health/ કોંગ્રેસે સોનિયા ગાંધીનું હેલ્થ અપડેટ જાહેર કર્યું, કહ્યું- કોરોના પછી નાકમાંથી નીકળ્યું હતું લોહી