Not Set/ વિપક્ષમાં રહીને નોટબંધીનું ભરપૂર સમર્થન કરનારા બિહારના મુખ્યમંત્રીના બદલાયા સુર, હવે ઉઠાવ્યા સવાલો

પટના, ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરાયો હતો જયારે નીતિશ કુમારે પીએમ મોદીના આ નિર્ણયને ભરપૂર સમર્થન કર્યું હતું. પરંતુ હવે વર્તમાન ભાજપ-જેડીયુ સરકારના મુખ્યમંત્રી અને NDA સાથી નીતિશ કુમારે હવે અચાનક યુ-ટર્ન લીધો છે અને […]

Top Stories Trending
nitish kumar વિપક્ષમાં રહીને નોટબંધીનું ભરપૂર સમર્થન કરનારા બિહારના મુખ્યમંત્રીના બદલાયા સુર, હવે ઉઠાવ્યા સવાલો

પટના,

૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરાયો હતો જયારે નીતિશ કુમારે પીએમ મોદીના આ નિર્ણયને ભરપૂર સમર્થન કર્યું હતું.

પરંતુ હવે વર્તમાન ભાજપ-જેડીયુ સરકારના મુખ્યમંત્રી અને NDA સાથી નીતિશ કુમારે હવે અચાનક યુ-ટર્ન લીધો છે અને નોટબંધી સામે હવે સવાલો ઉભા કર્યાં છે.

શનિવારે આયોજિત એક પ્રોગ્રામમાં બેન્કોને જવાબદાર ઠેરવતા બિહારના મુખ્યમંત્રીએ કહ્યું, “બેંકોની ભૂમિકાના કારણે નોટબંધીનો જેટલો લાભ દેશના લોકોને મળવો જોઈતો હતો, એટલો મળ્યો નથી”.

પટનામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા નીતિશ કુમારે જણાવ્યું, “દેશના વિકાસ માટે સરકાર જે રૂપિયા પ્રાપ્ત કરાવે છે, તે ધનરાશિના યોગ્ય વહેચણી માટે બેન્કોએ પોતાની સિસ્ટમને વધુ મજબૂત બનાવવી પડશે. બેંક ઓટોનોમસ છે, ઉપરથી લઇ નીચે સુધી તેઓએ તમામ વસ્તુઓ પર નિગરાની રાખવી પડશે”.

દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા હોય છે

બિહારના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “આ પહેલા નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનો કેટલો લાભ લોકોને મળ્યો ? કેટલાક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી નાખ્યા. પરંતુ દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા હોય છે. બેંકોનું કામ માત્ર જમા, લોન આપવાનું કે લેવડ દેવડનું જ નથી, પરંતુ એક એક યોજનાઓમાં બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે”.

દેશની બેન્કિગ પ્રણાલીમાં છે સુધારાની જરૂરત

પટનામાં રાજ્યસ્તરીય બેંકર્સ સમિતિ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકને સંબોધતા તેઓએ ઉમેર્યું, “બેન્કોને દેશના સામાન્ય કે નાના લોકોને લોન આપવાની થાય ત્યારે તમે વિશિષ્ટ બની જાવ છો, પરંતુ જયારે એવા શક્તિશાળી લોકોનું શું જેઓ લોન લઈને રફુચક્કર થઈ જાય છે ?. આ ખુબ જ આશ્ચર્યજનક છે કે, બેંકોના ટોચના અધિકારીઓને પણ આ બાબતની જાણ સુધી હોતી નથી. જેથી બેંકિંગ સિસ્ટમમાં સુધારની જરૂર છે. હું કઈં ટીકા નથી કરી રહ્યો, પણ તેને વ્યક્ત કરી રહ્યો છું”.

૨૦૧૬માં નીતિશ કુમારે કરી હતી પ્રશંસા

મહત્વનું છે કે, વર્ધ ૨૦૧૬માં જયારે દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે વર્તમાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર NDA ગઠબંધનના સાથી ન હતા, પરંતુ આ સમયે  તેઓએ પીએમ મોદીના આ નિર્ણયને ભરપૂર સમર્થન કર્યું હતું અને પ્રશંસા કરી હતી.