Not Set/ લગ્નથી પરત થયેલા RJDનાં નેતાઓને બાઇક સવાર ગુંડાઓએ મારી ગોળી

બાઈક પર આવેલા અમુક ગુંડાઓએ બિહારનાં મુઝફ્ફરપુર જિલ્લાનાં કાંટી ચોકીનાં સેરના ગામ નજીક ગુરુવારે રાત્રે આરજેડીનાં બે નેતાઓ ઉમા શંકર પ્રસાદ રાય અને સુરેન્દ્ર રાયને ગોળી મારી દીધી જે ઘટનાથી ચકચાર મચવા પામી છે. બંને કાંટીનાં બલહા ગામથી ઉમેશ રોયની પુત્રીનાં લગ્નમાંથી 11 વાગ્યે બુલેટથી પાછા ફર્યા હતા.ત્યારે અચાનક અમુક ગુંડાઓ તેમના પર ફાયરિંગ કરતા […]

Top Stories India
dc Cover 7bkl7mkprf8v8opdevgu66djh7 20180428094246.Medi લગ્નથી પરત થયેલા RJDનાં નેતાઓને બાઇક સવાર ગુંડાઓએ મારી ગોળી

બાઈક પર આવેલા અમુક ગુંડાઓએ બિહારનાં મુઝફ્ફરપુર જિલ્લાનાં કાંટી ચોકીનાં સેરના ગામ નજીક ગુરુવારે રાત્રે આરજેડીનાં બે નેતાઓ ઉમા શંકર પ્રસાદ રાય અને સુરેન્દ્ર રાયને ગોળી મારી દીધી જે ઘટનાથી ચકચાર મચવા પામી છે.

બંને કાંટીનાં બલહા ગામથી ઉમેશ રોયની પુત્રીનાં લગ્નમાંથી 11 વાગ્યે બુલેટથી પાછા ફર્યા હતા.ત્યારે અચાનક અમુક ગુંડાઓ તેમના પર ફાયરિંગ કરતા તેમને બેરિયા સ્થિત માં જાનકી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે બંનેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યુ છે. આ કેસમાં ડીએસપી મુકુલ રંજન કહે છે કે તે બંનેની હાલત અત્યારે સ્થિર છે અને સમગ્ર બાબતની તપાસ ચાલી રહી છે.

ઉમાશંકરનો પુત્ર અજિત કાંતિ રૈક પોઇન્ટ ઠેકેદાર સાથે જોડાયેલો છે. તેથી, પોલીસ રૈક પોઇન્ટ પર વર્ચસ્વનાં વિવાદથી પણ જોડીને મામલાને જોઈ રહી છે. હત્યાનાં ઇરાદા સાથે આ બનાવ બનવાની શક્યતા છે. આ ઘટના પછી ઘણા આરજેડી નેતાઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. આપને જણાવી દઇએ કે, આ બંન્ને નેતાઓ શેરુકાહીમાં લગ્ન સમારોહમાં ગયા હતા અને ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.

મળી રહેલી માહિતી મુજબ બાઇક સુરેન્દ્ર રાય ચલાવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અમુક ગુંડાઓએ બાઇકથી તેમનો પીછો કરતા, સુરેન્દ્ર રાયે બાઇકની ઝડપ વધારી હતી. ત્યારે પાછળથી ગુનેગારોએ પિસ્તોલ નિકાળી ગોળી ચલાવી દીધી હતી. અહી પાછળ બેઠેલા ઉમાશંકરને ચાર ગોળી વાગી ગઇ હતી, જ્યારે સુરેન્દ્ર યાદવની બે ગોળી વાગી હતી. તેમને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.