ભરૂચ/ આમોદના પુરસા ગામના ધર્માંતરણ કાંડમાં પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

અગાઉ આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 150 આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
અત્યાર સુધી 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

Top Stories Gujarat
khel 6 આમોદના પુરસા ગામના ધર્માંતરણ કાંડમાં પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
  • 7 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • ભોલાવનો મૌલવી હજી ગુનામાં વોન્ટેડ છે

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ના કાંકરિયા બાદ પુરસા ગામે પણ રોકડ, લોભ, પ્રલોભન, ધમકી આપી ધર્માંતરણના વધુ એક કાંડનો ઘટસ્ફોટ થયો હતો. આમોદ પોલીસ મથકે 5 કટ્ટરપંથીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. આમોદ પોલીસ સ્ટેશનમાં 16 માર્ચે ફરીયાદી છગનભાઇ પરમારએ 5 આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કલમ -4, 5 તથા ઇપીકો કલમ 406, 420, 504, 506 (2), 114 એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી.

સંવેદનશીલ ગુનાની તપાસ દરમ્યાન ગામના જ 4 આરોપી અનવરખાં ઇબ્રાહીમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાનભાઇ નુરભાઇ મલેક અને જહાગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન આરોપીઓની પુછપરછ દરમ્યાન બનાવટી દસ્તાવેજ અથવા ઈલેકટ્રોનિક રેકર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાથી તેઓ વિરૂધ્ધ વધુ 5 કલમો તથા એટ્રોસીટી એક્ટની કલમ ઉમેરવા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે. આ કેસમાં ભોલાવ નો મૌલવી અબ્દુલ રહીમ હાફે નાપવાલા વોન્ટેડ છે.

અગાઉ આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 150 આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
અત્યાર સુધી 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. નબીપૂરના અબ્દુલ્લાહ ફેફડવાળા સહિત 5 આરોપી વોન્ટેડ હોય તેમની સામે વોરંટ જારી કરાયા હતા.

શ્રીલંકા કટોકટી/ શ્રીલંકામાં સ્થિતિ ભયાનક, સેનાની હાજરીમાં એક લિટર ઇંધણનું વિતરણ કરાઈ રહ્યું છે

એર એમ્બ્યુલન્સ/ તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે, રાજ્યમાં શરુ થઇ એર એમ્બ્યુલન્સ સેવા