Not Set/ ૨૦૧૯ની ચૂંટણી એકલા હાથે લડવા શિવસેનાએ લીધો નિર્ણય, ૨૯ વર્ષ બાદ NDA ગઠબંધનમાં તિરાડ

મુંબઈ.  ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના દોસ્તીમાં ૨૯ વર્ષ બાદ મોટી તિરાડ પડી છે. NDA ગઠબંધનના સૌથી જુના સાથી શિવસેનાએ ૨૦૧૯ લોકસભા અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે મળેલી શિવસેનાની નેશનલ એક્ઝીક્યુટીવની મિટિંગમાં માં પાસ કરવામાં પ્રસ્તાવમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શીવસેનાના નેતા […]

Top Stories
270356 bjp sena 2 ૨૦૧૯ની ચૂંટણી એકલા હાથે લડવા શિવસેનાએ લીધો નિર્ણય, ૨૯ વર્ષ બાદ NDA ગઠબંધનમાં તિરાડ

મુંબઈ. 

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના દોસ્તીમાં ૨૯ વર્ષ બાદ મોટી તિરાડ પડી છે. NDA ગઠબંધનના સૌથી જુના સાથી શિવસેનાએ ૨૦૧૯ લોકસભા અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય કર્યો છે.

મંગળવારે મળેલી શિવસેનાની નેશનલ એક્ઝીક્યુટીવની મિટિંગમાં માં પાસ કરવામાં પ્રસ્તાવમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શીવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, મિટિંગમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની તમામ બેઠકો અને વિધાનસભાની તમામ બેઠકો પર એકલા જ ચૂંટણી લડશે. અમે ૨૫ લોકસભા અને ૧૫૦ વિધાનસભા સીટો જીતવાનો દાવો કરીએ છીએ. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં હાલમાં શિવસેનાના ૬૩ ધારાસભ્યો અને ૧૮ લોકસભાના MP છે.

મહત્વનું છે કે, ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ શિવસેનાએ સતત હુમલા કર્યા છે. કેન્દ્ર સરકારમાં સહયોગી હોવા છતાં પણ શિવસેનાએ મોદી સરકાર પર હુમલાઓનો દોર યથાવત રાખ્યો છે. શિવસેનાએ પીએમ મોદીની સાથે સરકારની નીતિઓ પર પણ ટીકા કરી હતી. મોદી સરકારના નોટબંધી, જીએસટી તેમજ ટ્રિપલ તલાક સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. આ ઉપરાંત ચૂંટણીમાં સપા અને બસપા દ્વારા EVM મશીન અંગે ઉઠાવવામાં આવેલા સવાલો પર પણ શિવસેના આ પતિઓ સાથે ઉભેલી જોવા મળી હતી.