Not Set/ વિશ્વકપમાં પહેલીવાર ચાર વિકેટકીપર સાથે ઉતરી ભારતીય ક્રિકેટ ટીમ

વિશ્વકપમાં આજે મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. જ્યા એક એવો સંજોગ જોવા મળ્યો છે કે જે આ પહેલા ક્યારે મેદાનમાં જોવા મળ્યો નહતો. ટીમ ઈંન્ડિયાએ જ્યારે તેના અંતિમ ઇલેવન ઘોષિત કર્યા ત્યારે તેમા એક સાથ ચાર વિકેટકીપર જોવા મળ્યા હતા. આ પહેલા ક્યારે કોઇ ટીમ આટલા વિકેટકીપરની સાથે મેદાનમાં ઉતરી હશે […]

Top Stories Sports
4 wicket keeper વિશ્વકપમાં પહેલીવાર ચાર વિકેટકીપર સાથે ઉતરી ભારતીય ક્રિકેટ ટીમ

વિશ્વકપમાં આજે મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. જ્યા એક એવો સંજોગ જોવા મળ્યો છે કે જે આ પહેલા ક્યારે મેદાનમાં જોવા મળ્યો નહતો. ટીમ ઈંન્ડિયાએ જ્યારે તેના અંતિમ ઇલેવન ઘોષિત કર્યા ત્યારે તેમા એક સાથ ચાર વિકેટકીપર જોવા મળ્યા હતા. આ પહેલા ક્યારે કોઇ ટીમ આટલા વિકેટકીપરની સાથે મેદાનમાં ઉતરી હશે તે એક વિચારવા લાયક બાબત છે. જો કે એવુ માનવામાં આવે છે કે વિકેટકીપર બેટ્સમેન જ્યારે મેદાન પર ગ્લબ્સ વિના ફીલ્ડમાં ઉતરે છે તો તે ફીલ્ડિંગમાં સારુ પ્રદર્શન કરી શકતો નથી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારતીય ક્રિકેટનો એક સમય એવો પણ હતો કે વિકેટકીપરની પસંદગી કરવી માથાનાં દુખાવા બરાબર હતી. પરંતુ હવે એવો સમય રહ્યો નથી. આજની મેચની વાત કરીએ તો ટીમ ઈંન્ડિયાએ બાંગ્લાદેશ સામે તેના ચાર વિકેટકીપરને ઉતાર્યા છે. મહેન્દ્ર સિંહ ધોની પહેલા જ ફુલટાઈમ વિકેટકીપર છે. તેના બદલે ક્યારેક દિનેશ કાર્તિક તો ક્યારેક ઋષભ પંત વિકેટકીપિંગે કરતા જોવા મળે છે. હવે તેવામાં સંયોગ એવો બન્યો છે કે એક સાથે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, ઋષભ પંત અને કે એલ રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે એલ રાહુલ સિવાય બાકી ત્રણ વિકેટકીપર બેટ્સમેન છે જ અને કે એલ રાહુલ પણ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી વિકેટકીપિંગ કરતા જોવા મળ્યો છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ટીમ ઈંન્ડિયામાં સમાવવામાં આવેલ ઋષભ પંત ઓપનર શિખર ધવનની ઈજાનાં કારણે બહાર થયા બાદ ટીમમાં સમાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિક અને કે એલ રાહુલે પહેલા જ ટીમમાં હતા. દિનેશ કાર્તિકની વાત કરીએ તો તે ગ્લબ્સ વિના પણ મેદાનમાં તે શાનદાર ફીંલ્ડિંગ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.