મંતવ્ય બ્રેકીંગ ન્યૂઝ
રાજકોટમાં વેક્સિનનો જથ્થો પહોંચ્યો
કેબિનેટ મંત્રી આર.સી.ફળદૂએ વેક્સિનને આવકારી
કલેક્ટર, પૂર્વ મેયર સહિતાનાઓએ ફૂલોથી કર્યું સ્વાગત
સાંસદ મોહન કુંડારિયા પણ રહ્યા ઉપસ્થિત
સૌરાષ્ટ્ર માટેનો 77000 વેક્સિન ડોઝ પહોંચ્યો
16મી એ 9 સ્થળો પર ઈ-લોન્ચિંગ કરશે વડાપ્રધાન
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે કોરોનાવાયરસ આજે સવારે 7:00 કોરોનાની વેક્સિન રાજકોટ આવી પહોંચી છે. એરપોર્ટ થી રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ સુધી તેને પહોંચાડવામાં આવી રહી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આરસી ફળદુએ વેક્સિનને આવકારી હતી. તેમજ કલેકટર પૂર્વ મેયર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી અને ફૂલોથી વેક્સિનનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
USA / Us માં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત થવાના…
સૌરાષ્ટ્ર માટેનો 77000 વેક્સિન નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. રાજકોટમાં રીજીનલ ડેપ્યુટી કલેક્ટર હેલ્થ એન્ડ સર્વિસ સ્ટોર પર તેને એકત્રિત કરવામાં આવી હતી. આ ફૂલો અને રંગોળી સહીત સજાવવામાં આવ્યો હતો. તેમજ વેલકમ વેક્સિન લખવામાં આવ્યું હતું. રાજકોટમાંથી છ જિલ્લામાં તેને પહોંચાડવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Farmers / પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પાંચ વર્ષ પૂર્ણ, સરકારે ખેડૂતો..
આગામી તા.16મીથી વેક્સિનેશનનોપ્રા૨ભં ક૨વામાં આવશે. ૨ાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ સહિતના દશ સ્થળોએ બુથ કાર્ય૨ત ક૨ી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. તેના માટેની તમામ તૈયા૨ીઓ પણ ક૨ી લેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડો.પંકજ બુચના માર્ગદર્શન હેઠળ સિવિલના વેકસીનના નોડલ અધિકા૨ી ડો.નથવાણીની દેખ૨ેખ હેઠળ એક ટીમ દ્રા૨ા લગભગ સવા૨ે 9 થી5 ના સમય મુજબ પ્રા૨ંભિક તબકકે 100 જેટલા લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે.
gujarat police / પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ,રાજ્યમાં 60 PI બાદ 77 PSIની બદલ…
16મી એ 9 સ્થળો પર ઈ-લોન્ચિંગ કરશે વડાપ્રધાન
આગામી 16 જાન્યુઆરીના રોજ દેશના 16મી એ 9 સ્થળો પર ઈ-લોન્ચિંગ કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કુલ 287 સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરશે જેમાં રાજકોટના કુલ 10 સ્થળોએથી લાઈવ કરવામાં આવશે અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સિન બુથ પરથી વડાપ્રધાન મેડીકલ સ્ટાફ અને લોકો સાથે સીધો સંવાદ કરશે. અન્ય 9 કોરોના બુથ પરથી લાઈવ વેક્સિનેશન નિહાળશે. સમગ્ર ગુજરાતમાં કુલ 287 સ્થળોએથી લાઈવ વેક્સિન લોન્ચ કરવામાં આવશે રાજકોટ શહેરના જે 9 સ્થળોને કોરોના લોન્ચ કરવામાં આવનાર છે, જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, પધ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ક્રીન મારફત વડાપ્રધાન વેક્સિનેશન નિહાળશે અને સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધો સંવાદ કરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…