Not Set/ રાજકોટમાં આવતીકાલથી બે દિવસ આ વોર્ડમાં બંધ રહેશે પાણી વિતરણ

ભાદરની મેઈન લાઈનમાં અલગ અલગ બે સ્થળે બટર વાલ્વ મુકવાની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આવતીકાલે 5 વોર્ડમાં અને શુક્રવારે બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે

Gujarat Rajkot
Untitled 269 રાજકોટમાં આવતીકાલથી બે દિવસ આ વોર્ડમાં બંધ રહેશે પાણી વિતરણ

મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો છલકાવી દીધા છે પરંતુ રાજકોટવાસીઓના નસીબમાં જાણે પાણીનું કાયમી સુખ લખ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. ડેમ હજુ ઓવરફલો થઈ રહ્યાં છે પરંતુ મહાપાલિકા દ્વારા શહેરીજનો પર પાણીકાપના કોરડા વિંઝાઈ રહ્યાં છે. ભાદરની મેઈન લાઈનમાં અલગ અલગ બે સ્થળે બટર વાલ્વ મુકવાની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આવતીકાલે 5 વોર્ડમાં અને શુક્રવારે બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ભાદર ડેમની નજીક લીલાખા તેમજ ગોમટા ગામ પાસેની મેઈન લાઈન તથા ગોંડલ અને રીબડા વચ્ચે ગોલ્ડન સીટી તથા ગેલેકસી પંપ પાસે 900 એમએમની મેઈન લાઈન ઉપરાંત ગોંડલ રોડ પર આવેલા એસ.ટી.વર્ક શોપ પાસે 900 એમએમ સાઈઝનો બટર ફલાય વાલ્વ મુકવાની કામગીરી સબબ તા.23 અને ગુરૂવારના રોજ ગુરૂકુળ હેડવર્કસ હેઠળ વતા વોર્ડ નં.17ના લોહાનગર, ઉદ્યોગનગર કોલોની, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ભક્તિનગર જીઆઈડીસી અને વિજય પ્લોટ સહિતના વિસ્તારો, વોર્ડ નં.13માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, હરિદ્વાર સોસાયટી, પંચશીલ સોસા., રામનગર, શિવનગર, ગુણાતીતનગર, સવાશ્રય સોસા., સમ્રાટ ઈન્ડ. એરીયા સહિતના વિસ્તારો, વોર્ડ નં.14માં સમગ્ર વાણીવાડી વિસ્તાર, ગોપાલનગર, શ્રમજીવી સોસા., ગીતાનગર, ઢોલરીયાનગર, ભક્તિનગર સોસા., મીલપરા, મયુરપાર્ક, કોઠારીયા કોલોની, ધર્મજીવન સોસા., અને માસ્ટર સોસા. સહિતના વિસ્તારો, વોર્ડ નં.17માં સહકાર મેઈન રોડ, વાલકેશ્ર્વર, હસનવાડી, શ્રીનગર, સાધના સોસા., ઈન્દિરાનગર, ગુરુજન સોસા., ઢેબર કોલોની, અવંતિકા પાર્ક, આનંદનગર પાર્ટ અને ગીતાંજલી સોસા., જ્યારે વોર્ડ નં.18માં ન્યુ સ્વાતી સોસા., જૂની સ્વાતી સોસા., સુમંગલ સોસા., મંગલપાર્ક, હાપલીયા પાર્ક, આદર્શ વાટીકા સોસા., આસોપાલવ પાર્ક, ઉત્સવ પાર્ક, પ્રમુખરાજ સોસા., ભરવાડપરા, મેઘમાયાનગર, પરસાણા નગર અને કોઠારીયા ગામ વ્સિતારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

આ ઉપરાંત તા.24ને શુક્રવારના રોજ વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11માં જીવરાજ રેસીડેન્સી, કસ્તુરી રેસીડેન્સી, કેવલમ રેસીડેન્સી, સત્યજીત સોપાન હાઉસીંગ સોસા., ગોલટ્રીઓ એપા., ધ કોર્ટયાર્ડ એપા., કસ્તુરી કેસર એપા., કસ્તુરી એવીયરી એપા., આદર્શ ડ્રીમ સિટી એપા., લક્ષ્મી સોસા., શાલીભદ્ર એપા., લક્ષ્મણ આવાસ યોજન, કોસ્મોપ્લસ ટાવર, શ્રી વલ્લભ વાટિકા, કો.ઓ.હા.સો. , ડ્રીમસીટી એપા. તથા લાગુ વિસ્તારમાં જ્યારે વોર્ડ નં.12માં મહમદી બાગ, શક્તિનગર, વિશ્ર્વકર્મા સોસા., રસુલપરા, ભારતીનગર (વાવડી), આકાર હાઈટ્સ, જય ભારત, પુનિત પાર્ક, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર સોસા., શિવદ્રષ્ટિ, વૃંદાવન વાટિકા વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.