Not Set/ મા-બપની આંખો ઉઘાડતો કિસ્સો : પરિવાર બહાર શોધતો રહ્યો અને બાળક ઘરમાંથી…

સુરતમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. માતાનાં વિલાપ અનેે મામાના માતમથી સમગ્ર વિસ્તાર શોકમાં ડુબી ગયો હતો.આ ઘટનાથી દેરક મા-બાપ કે ઘરનાં વડીલોને ધડો લેવા જેવો છે. અને પોતાનાં , તેમજ પોતાનાં સ્વજનનાં બેળકોને સુરક્ષીત કરવાનો છે. વાત જાણે એમ છે કે છેલ્લા સાત માસથી પોતાની મા સાથે મામાને ઘરે જ રહેતો યુનુસ […]

Top Stories Gujarat Vadodara
srt 1 મા-બપની આંખો ઉઘાડતો કિસ્સો : પરિવાર બહાર શોધતો રહ્યો અને બાળક ઘરમાંથી...

સુરતમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. માતાનાં વિલાપ અનેે મામાના માતમથી સમગ્ર વિસ્તાર શોકમાં ડુબી ગયો હતો.આ ઘટનાથી દેરક મા-બાપ કે ઘરનાં વડીલોને ધડો લેવા જેવો છે. અને પોતાનાં , તેમજ પોતાનાં સ્વજનનાં બેળકોને સુરક્ષીત કરવાનો છે.

વાત જાણે એમ છે કે છેલ્લા સાત માસથી પોતાની મા સાથે મામાને ઘરે જ રહેતો યુનુસ યુસુફ પઠાણ કે જેની ઉંમર માત્ર 2 વર્ષની જ છે તે અચાનક ક્યાંય નજર આવતો બંધ થઇ ગયો. મા અને મામા સહિતનો પરિવાર બાળકને શોધવામાં લાગી ગયો. બધા હાફળાફાફળા થઇ અહીં તહીં શોધતા રહ્યા પણ બાળક યુનુસની કોઇ ભાળ મળી નહીં.

srt1 1 મા-બપની આંખો ઉઘાડતો કિસ્સો : પરિવાર બહાર શોધતો રહ્યો અને બાળક ઘરમાંથી...

મામાને ઘરે રહેતી મા પણ હેબતાઇ ગઇ, એક તો પહેલેથી જ દુખીયારી મા વધુ કષ્ટમાં સપડાઇ ગઇ હતી. યુનુસના માતા-પિતાનાં લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. માત-પિતા બનેં સુરતમાં જ રહેતા અને મામાનો પરિવાર પણ સુરતમાં જ રહે. પિતા માન દરવાજા પાસે, તો મામા આઝાદ નગર, ભતારમાં રહે. થોડા સમય પહેલા પતિ-પત્નીનાં પારિવારિક ઝગડાને કારણે છેલ્લા 7 માસથી યુનુસ અને તેની મા મામાને ત્યાં રહેતા હતા.

પત્ની એટલે કે યુનુસની મા પતિનાં ઘરે જવા તૈયાર પણ યુનુસનાં પતિ લઈ જવા તૈયાર ન હતો. ટ્રિપલ તલાક કાયદો આવતા, પિતા પણ માની ગયા અને બાળક યુનુસ અને પત્નીને લઈ જવા તૈયાર થયો. જજ સામે કોર્ટમાં તારીખ પર પત્નીને લઈ જવાની વાત પણ કરી અને નકકી પણ થઇ રહ્યું હતું. ત્યાં યુનુસ ગુમ થયાની ઘટનાથી માનાં કષ્ટમાં ઓર વધારો થયો.

srt2 1 મા-બપની આંખો ઉઘાડતો કિસ્સો : પરિવાર બહાર શોધતો રહ્યો અને બાળક ઘરમાંથી...

મા અને મામા સહિત સમગ્ર પરિવાર યુનુસને બહાર શોધી રહ્યો હતો, અને યુનુસ ઘરમાંથી જ અંતે મળ્યો. ગુમ થયાનાં એક કલાક બાદ બાળક યુનુસ પાણી ભરેલા ડ્રમ માંથી મળી આવ્યો. યુનુસને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યો અને ત્યાંથી સિવિલ લાવ્યા, પરંતુ ડોક્ટરો પણ મજબૂર હતા અને યુનુસને મૃત જાહેર કરવા સીવાય કોઇ ચારો પણ ન હતો. પરિવાર યુનુસને શોધતો રહ્યો ત્યાં યુનુસ અનંતની યાત્રાએ એવો તે નીકળી ગયો કે કોઇને કાનો કાન ખબર પણ ન થઇ. આમ પાણી ભરેલા ડ્રમ/ટબે યુનુસને ભરખી લીધો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન