દુર્ઘટના/ સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં જ એક શાળા આવેલી છે. કોલેજમાં જ આવેલી ડાયમન્ડ સ્કૂલ જર્જરિત હોવાના પગલે તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ.

Top Stories Gujarat Surat
Untitled 142 સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત

આજે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવમાં સુરતમાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. શહેરની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો હતી. આ ઘટનામાં ત્રણ લોકો દટાયા હતા. આ પૈકીના બે લોકોના મોત થયા છે.

5fbd5f47c3d6a33a44feaea5457712a2169208040733074 original સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત

મળતી માહિતી અનુસાર, આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. રિપેરિંગ કામ સમયે સ્લેબ ધરાશાયી થતા કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે અન્ય શ્રમિકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

Untitled 143 સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત

ઘટના અંગે જાણ કરાતા જ નજીકના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ નીચેથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયુ છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં પણ સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું હતું.  સચીન જીઆઈડીસીમાં એક ડાઈંગ – પ્રિન્ટીંગ મિલની પાસે ચાલી રહેલ કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે યુવાનો કાટમાળમાં દટાયા હતા જેમાં એકનું મોત થયું હતું.

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું કરાયું દાન

આ પણ વાંચો:સુરતના વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીની તિરંગા યાત્રા

આ પણ વાંચો:અમદાવાદમાં અમિત શાહની તિરંગા યાત્રા, HMએ ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને યાદ કર્યા

આ પણ વાંચો:અમિત શાહે BSF જવાનોને કહ્યું, ‘તમે દેશની રક્ષા કરો છો, મોદી સરકાર…’