Not Set/ સુરત : સરથાણા વિસ્તારમાં એક અજાણ્યા મજૂરે ચોથા માળેથી માર્યો કૂદકો

સુરત, સુરતમાં એક મજૂરે ચોથા મળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મજૂરને ચોથા મળેથી પડતાં જોઈને લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જણાવીએ કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર બિઝનેસ હબમાં આજે વહેલી સવારે અજાણ્યો મજૂર ચોથા માળેથી પડતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતો. આપને જણાવી દઈએ કે અચાનક મજૂરને ચોથા માળેથી નીચે […]

Gujarat Surat
AAAAAAAAMAYA P 13 સુરત : સરથાણા વિસ્તારમાં એક અજાણ્યા મજૂરે ચોથા માળેથી માર્યો કૂદકો

સુરત,

સુરતમાં એક મજૂરે ચોથા મળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મજૂરને ચોથા મળેથી પડતાં જોઈને લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જણાવીએ કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર બિઝનેસ હબમાં આજે વહેલી સવારે અજાણ્યો મજૂર ચોથા માળેથી પડતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતો.

આપને જણાવી દઈએ કે અચાનક મજૂરને ચોથા માળેથી નીચે પટકાતા જોઈએનબીઇ ત્યાં હાજર સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ત્યાં રહેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ને ફોન કરી બોલાવી લીધી અને આ મજૂરને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મજૂર કોણ છે, ક્યાં નો છે અને શા માટે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે અંગે એચએએલ પાઓલિસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.