યુવાન હાર્ટ એટેક/ ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત

કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થતા અરેરાટી મચી ગઈ છે.

Top Stories Gujarat Others
Mantavyanews 6 13 ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ હૃદય રોગના હુમલાઓ વધી રહ્યાં છે. ગઇકાલે ગરબા પ્રેક્ટિસ કરી રહેલા 19 વર્ષીય યુવકનું હૃદય બંધ થઇ જતાં મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ ત્રણ લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે.  ભાવનગર, અમદાવાદ બાદ હવે સુરતથી હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.

સુરતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત

સુરતમાં વધુ એક 20 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કાપોદ્રામાં બપોરના જમ્યા બાદ બેભાન થઈ જતા રત્નકલાકારનું મોત નિપજ્યું. હાર્ટએટેકથી યુવકનું મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. બેભાન થઈ જતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડ્યો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ માહિતી સામે આવશે.

ગોડાદરામાં આઠમાં ધોરણની વિદ્યાર્થિનીનું મોત

સુરતના ગોડાદરામાં 8 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનુ અચાનક મોત નિપજ્યુ છે. શાળામાં બેભાન થયા બાદ 13 વર્ષિય વિદ્યાર્થિનીનું મોત થયુ હતુ. જો કે વિદ્યાર્થિનીના મોતનું સચોટ કારણ તો પીએમ થયા બાદ જ સામે આવશે. વિદ્યાર્થિનીના મોતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અમદાવાદના ખાનપુરના યુવકનું હાર્ટ એટેકથી મોત

અમદાવાદના ખાનપુરમાં આશરે 29 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ થયુ છે. રાજસ્થાન તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ હર્ષ સંઘવી નામના યુવકને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. 2 વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.

ભાવનગરના તળાજામાં યુવકનું મોત

ભાવનગર જિલ્લાના તળાજામાં મામલતદાર કચેરીએ ટીમાણા ગામનો અરવિંદ પંડ્યા નામનો યુવક રેશનકાર્ડ કઢાવવા માટે લાઇનમાં ઉભો હતો. જે દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. હાજર લોકો યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવક લાઇનમાં ઉભો હતો એ સમયે તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 હાર્ટ એટેકને આ છે લક્ષણો

હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.

હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.

આ પણ વાંચો:સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું….હવે તમારી મદદની છે આશા

આ પણ વાંચો:લૂંટેરી દુલ્હન: યુવક સાથે લગ્ન કરી ત્રીજા જ દિવસે લાખો રૂપિયા લઇ ફરાર

આ પણ વાંચો:ભારત Vs પાકિસ્તાન મેચની ટિકિટ ઓનલાઇન લેનારા સાચવજો, પૈસા પડાવવાનો નવો રસ્તો