@સાગર સંઘાણી
Jamnagar News: જામનગરમાં તસ્કરોનો તરખાટ આજે પણ યથાવત રહ્યો છે. દિવસેને દિવસે ચોરીની નિત નવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા ખેડૂતના મકાનમાં તસ્કરોએ ખાતર પાડયુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રગતિમાન કર્યા છે.
સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર એક દિવસ અગાઉ ફર્નિચરના શોરૂમને નિશાન બનાવ્યા બાદ આ વખતે તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રહેતાં ધર્મેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના ખેડૂતની ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યો ચોરે તેમના ઘરમાં દરવાજાનો લોક તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
ચોરે ઘરમાં ખાખા-ખોળા કરી કુલ આઠ તોલા જેટલા સોનાની ચોરી કરી હતી. જેમાં ધર્મેશભાઈના બાપદાદાના વખતનો રૂા. 37,500 ની કિંમતનો જૂનો સોનાન એક હાર અને રૂા. 5000ની કિંમતની બે તોલાની લકી રૂા. 50,000ની કિંમતની બે નંગ સોનાની ધંગડી, રૂા. ૧૨,૫૦૦ ની કિંમતની બે નંગ સોનાની વિંટી, રૂ.40,000ની કિંમતનો એક તોલા સોનાનો ચેઈન, રૂા.20,000 ની કિંમતનું અડધા તોલાનું સોનાનું પેંડલ એક કુલ રૂા.2,10,000 ની કિંમતના દાગીના ચોરી થયાનું હોવાનું કરિયાદમાં જણાવ્યું હતું.
ધર્મેશભાઇની ફરિયાદ બાદ પોલીસ કાફલો ચોરીના બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદ લઈ અજાણ્યા તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને