Abudhabi Hindu Temple/ અબુ ધાબીના હિન્દુ મંદિરનો રેકોર્ડ, 1 મહિનામાં 3 લાખથી વધુ ભક્તોએ લીધી મુલાકાત

અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરે રેકોર્ડ કર્યો છે. અબુધાબીના હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લા મૂકાયાના 1 મહિનાની અંદર 3.5 લાખ જેટલા ભક્તો મુલાકાત લઈ ચૂકયા છે.

Top Stories World
Beginners guide to 2024 04 04T141545.829 અબુ ધાબીના હિન્દુ મંદિરનો રેકોર્ડ, 1 મહિનામાં 3 લાખથી વધુ ભક્તોએ લીધી મુલાકાત

અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરે રેકોર્ડ કર્યો છે. અબુધાબીના હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લા મૂકાયાના 1 મહિનાની અંદર 3.5 લાખ જેટલા ભક્તો મુલાકાત લઈ ચૂકયા છે. સપ્તાહના અંતમાં મંદિરમાં મુલાકાતીઓનો વધુ ધસારો હોય છે. દર શનિવાર અને રવિવારે અંદાજે 50 હજાર જેટલા લોકો આ હિન્દુ મંદિરની મુલાકાત લેતા હોય છે. જો કે સોમવારે સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવે છે.

PMમોદીએ કર્યું હતું ઉદઘાટન

નોંધનીય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. અબુ ધાબીમાં આ પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે. હિન્દુ મંદિરમાં ગંગા અને યુમાના પવિત્ર જળમાંથી ગંગા આરતી કરવામાં આવે છે. મંદિરના સંભાળ રાખનારાઓનું કહેવું છે કે મંગળવારથી રવિવાર સુધી દરરોજ સાંજે 7.30 વાગ્યે સ્વામિનારાયણ ઘાટ પર આ ગંગા આરતી કરવામાં આવે છે. આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિરની મુલાકાત લેનારા ઘણા ભક્તો પણ મંદિરનું સ્થાપત્ય અને વાસ્તુકલા જોઈને સ્તબ્ધ થયા હતા.

700 કરોડના ખર્ચે બન્યું હિન્દુ મંદિર

અબુધાબીના આ હિન્દુ મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈ-અબુધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકરમાં આશરે રૂ. 700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના 1.8 લાખ ઘન મીટર રેતીના પથ્થરમાંથી બનેલ આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તે સમગ્ર ખાડી વિસ્તારમાં સૌથી મોટો છે. હિન્દુ મંદિરનું ઉદઘાટન થયા બાદ તેને લોકો માટે જાહેર કર્યાના પ્રથમ રવિવારે આશ્ચર્યજનક 65,000 જેટલા ભક્તોએ મુલાકાત લીધી હતી. એક ભક્તે જણાવ્યું કે મેં પ્રથમ વખત કોઈ મંદિરમાં આટલી મોટી જનમેદની જોઈ છે. આટલી બધી ભીડ જોઈ મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશ નહીં, પરંતુ અમે અદ્ભુત દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. BAPS ના સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓની સારી કામગીરીના પ્રતાપે આ શક્ય બન્યું હું તે તમામને શુભેચ્છા આપું છું.

નાગર શૈલીમાં બન્યું છે મંદિર

700 કરોડ રૂપિયાના ખર્ચે  બનાવવામાં આ હિન્દુ મંદિર માટેની જમીન UAE સરકારે દાનમાં આપી છે. અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના ટુકડાઓ કોતરવામાં આવ્યા હતા અને 700 કન્ટેનરમાં અબુધાબી લાવવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Gujarat News/મહીસાગરમાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના, ‘હાથમાં છે વ્હીસ્કી, આંખમાં છે પાણી’ ગીત પર બાળકોએ કર્યો ડાન્સ

આ પણ વાંચો: Latest Surat News/ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો, 1 દિવસમાં થઈ 4 હત્યા