Gujarat News/ મહીસાગરમાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના, ‘હાથમાં છે વ્હીસ્કી, આંખમાં છે પાણી’ ગીત પર બાળકોએ કર્યો ડાન્સ

મહીસાગર જિલ્લામાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટનાને લઈને રાજ્યમાં મોટો ઉહાપોહ મચ્યો છે. મહિસાગર જિલ્લાની વીરપુર શાળા વિવાદમાં સપડાઈ છે.

Gujarat Top Stories

મહીસાગર જિલ્લામાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટનાને લઈને રાજ્યમાં મોટો ઉહાપોહ મચ્યો છે. મહિસાગર જિલ્લાની વીરપુર શાળા વિવાદમાં સપડાઈ છે. ‘હાથમાં છે વ્હીસ્કી, આંખમાં છે પાણી’ ગીત પર વીરપુર શાળાના બાળકોએ ડાન્સ કર્યાનો વીડિયો વાયરલ થતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.

મહીસાગર જિલ્લાના વીરપુર ની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદીર શાળાના વાર્ષિકઉત્સવ કાર્યકમ મા બાળકોએ દારૂ ના ગીત પર ડાન્સ કર્યો. વીરપુર તાલુકા ના સોશ્યલ મીડીયા ગ્રુપો મા વિડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભુક્યો. સ્થાનિક ગ્રામજનો ના વોટ્સોપ ગ્રુપોમાં લોકોએ રોષ ઠાલવ્યો.  હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી બેવફા સનમ તારી બઉ મહેરબાની ના ગીત પર નાના ભૂલકોઓને કરવાયો ડાન્સ. શાળા ના સંચાલકો બાળકો ને કેવા પ્રકાર ના સંસ્કાર આપી રહ્યાં છે તેવાં ઉઠ્યા અનેક સવાલો..?

બાળકો બોટલ સાથેનો ડાન્સ કરતા વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. આ મામલે શાળાના સંચાલકોએ જણાવ્યું કે તેમની શાળાને બદનામ કરવા આ વીડિયો ફરતો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ લોકો શાળા અને સંચાલકને લઈને વિવિધ કમેન્ટ કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં વીરપુર શાળામાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં નાના ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિવિધ ગીતો પર ડાન્સ કરે છે. પરંતુ એક ગુજરાતી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ જોઈ વાલીઓ રોષે ભરાયા હતા. કાર્યક્રમ દરમ્યાન એક વિદ્યાર્થીના વાલી આ ગીત પર ડાન્સ રોકવા શિક્ષક સાથે ઝગડી પડ્યા હતા. શિક્ષકે તેમને ધક્કો મારી કાર્યક્રમમાંથી કાઢી મૂકયા હતા. વાલીની ફરિયાદ છે કે આ પ્રકારના ગીત પર ડાન્સ કરાવનાર શિક્ષકની માનસિકતા કેવી હશે કે જે જાહેરમાં નાના વિદ્યાર્થીઓ સાથે દારૂની બોટલના ગીત પર ડાન્સ કરાવી રહ્યા છે. કાર્યક્રમમાં બાળકોને આ ગીત પર પરફોમન્સ આપતા જોઈ વાલીઓ રોષે ભરાયા હતા અને શાળા સંચાલકને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જો કે સંચાલકે આ મામલે શિક્ષકનો પક્ષ લેતા વાલીઓ વધુ રોષે ભરાયા.

વીરપુર શાળાના વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જે ગીત પર ડાન્સ કર્યો તેની ઠેર-ઠેર ચર્ચાઓ થઈ રહી છે. આ પ્રકારના ગીત પર ડાન્સ કરાવતા વાલીઓ રોષે ભરાતા શાળા સંચાલક અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જ્યારે આ મામલે શાળાના સંચાલકે આ સમગ્ર ઘટના શાળાને બદનામ કરવાનો પ્રયાસ ગણાવતા કેટલાક વિદ્યાર્થીઓએ જાણી જોઈને આ વીડિયો વાયરલ કર્યો હોવાનું જણાવી રહ્યા છે.

સંસ્કારનું સિંચન કરતી શાળામાં બીયર અને દારૂની મહેફીલના ગીતો પર ડાન્સ કરાવતા સ્થાનીક ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો. બાળક એક કુમળું છોડ છે શિક્ષક જે દિશા મા વાડે તે દિશા જતુ હોય છે ત્યારે આવા ગીત ઉપર ડાન્સ કરાવતા આ શીક્ષકો બાળકો ને કઈ દિશા મા લઈ જશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે હવે શાળા સંચાલકો અને શિક્ષકો આમને-સામને જોવા મળ્યા છે. સમગ્ર પ્રકરણમાં હવે તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે