Navsari News/ યુવતી પ્રેમીની જીદને પગલે નગ્ન થઈ : શરીર સંબંધ બાંધ્યા બાદ થયો અસલી ખેલ

પ્રેમી જીતને ત્રણ મહિનામાં જ 3.48 લાખ રૂપિયાની મદદ કરી હતી

Top Stories Gujarat

Navsari News : સોશ્યલ મીડિયામાં મિત્રતા અને પ્રેમ પાંગરિયા બાદ પ્રેમીની જીદ સામે પોતાને નગ્ન કરનાર યુવતીએ લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. પ્રેમીએ નગ્ન ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી બ્લેક મેઈલ કરવાની ચીમકી આપતા યુવતીએ બીલીમોરા પોલીસનું શરણું લેતા બ્લેકમેલર પ્રેમી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. નવસારીના ગણદેવી તાલુકાની એક યુવતી સોશ્યલ મીડિયા થકી બીલીમોરાના જીત મિસ્ત્રીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને ત્યારબાદ આંખો ચાર થતાં વીડિયો કોલના માધ્યમથી વાતો કરતા થયા હતા.

જીતના પ્રેમમાં પાગલ થયેલી યુવતીએ પ્રેમીની જીદ આગળ વીડિયો કોલ ઉપર જ પોતાને નગ્ન કરી હતી. બાદમાં પ્રેમી જીતે રૂબરૂ મળ્યા ત્યારે પ્રેમિકાને તેના નગ્ન ફોટા અને વીડિયો ફોનમાંથી ડીલીટ કર્યા હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જીત મિસ્ત્રીએ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અનેક વાર દુષ્કર્મ પણ આચર્યું હતુ. પોતાની લાગણી સભર વાતોમાં ભોળવી પ્રેમી જીતે શીપમાં નોકરી માટે પ્રથમ 40 હજાર ઘટતા હોવાનું જણાવી પ્રેમિકા પાસે માંગ્યા હતા. યુવતીએ પ્રેમીને 40 હજાર રૂપિયાની મદદ કરતા જીત વધુ રૂપિયા કઢાવવાની ચાલાકી કરતો રહ્યો હતો. બીજી તરફ ભાવિ પતિને સારી નોકરી મળે એની આશાએ યુવતીએ પોતે જ્યાં નોકરી કરે છે ત્યાંથી અને પોતાના મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઇ પ્રેમી જીતને ત્રણ મહિનામાં જ 3.48 લાખ રૂપિયાની મદદ કરી હતી. જીત થોડા દિવસોમાં રૂપિયા પરત કરવાનું આશ્વાસન પણ યુવતીને આપતો રહ્યો હતો.

પરંતુ પ્રેમી જીત મિસ્ત્રી રૂપિયા આપવાને બદલે યુવતી પાસે વધુ રૂપિયાની માંગણી કરવા માંડ્યો હતો. યુવતીએ રૂપિયા પરત માંગ્યા તો પ્રથમ ગલ્લા તલ્લા કર્યા અને બાદમાં તેના નગ્ન ફોટા – વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની પ્રેમી જીતે ચીમકી ઉચ્ચારી હતી. જેથી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવી, પોતાને બદનામ કરવાની ચીમકી આપનાર પ્રેમી જીત મિસ્ત્રી વિરુદ્ધ પીડિતાએ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ આપતા, પોલીસે ગણતરીના કલાકોમાં બ્લેકમેલર પ્રેમી જીત મિસ્ત્રીને દબોચી તેની ધરપકડ કરી છે. સાથે જ તેનો મોબાઇલ ફોન કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.

સોશ્યલ મીડિયા થકી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી, તેમના નગ્ન ફોટો વીડિયો બનાવી, તેમની પાસેથી લાખો રૂપિયા ઉસેટી છેતરપીંડીની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. તેમ છતાં યુવતીઓ આધુનિકતાની દોડમાં ભાન ભૂલી ઠગ બાજ યુવાનોની જાળમાં ફસાઈ જાય છે. ગણદેવીની યુવતી પણ આજ રીતે પોતાનું સર્વસ્વ ખોવા સાથે લાખો રૂપિયા પણ ખોઈ ચૂકી છે. ત્યારે આરોપી જીત મિસ્ત્રીએ અન્ય યુવતીને આ રીતે ફસાવી છે કે કેમ? અને લાખો રૂપિયા પડાવ્યા બાદ તેનું શું કરતો હતો..? એ દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પડધરીમાં હજુ પણ આગ બેકાબૂ, પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગ 70 ટકા કાબૂમાં

આ પણ વાંચો:રાજકોટમાં પોલીસે 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:રાજકોટ મ્યુનિ.માં ગાર્બેજ કલેકશનમાં 500 કરોડના કૌભાંડની આશંકા