Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આજે પાંજરાપોળ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ “Barbecue World” નામના ખાદ્ય એકમ વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.વિભાગને CCRS મારફતે ફરિયાદ પ્રાપ્ત થઈ હતી કે ઉક્ત એકમમાં પીરસવામાં આવતા ખોરાકમાં જીવાત જોવા મળી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકમનું રસોડું તથા સ્ટોરેજ વિસ્તાર અત્યંત અસ્વચ્છ હાલતમાં હતું. સ્થળ પર જીવંત જીવાતો પણ જોવા મળ્યા હતા, જે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
“Barbecue World” ખાદ્ય એકમને સીલ (Seal)કરવામાં આવ્યો
આથી, જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ ખાદ્ય એકમને સીલ કરવામાં આવ્યો છે.
