Surat News: સુરતમાં SMC અને ફૂડ વિભાગે બોલાવેલા સપાટાએ મિલાવટખોરોને સ્તબ્ધ કરી દીધા છે. તેમના કલ્પના પણ ન હતી કે ઉનાળો શરૂ થતાં પહેલાં જ તંત્ર આવી કાર્યવાહી કરશે. સામાન્ય રીતે સરકારી તંત્ર ઢીલા વલણ માટે જાણીતું છે, પરંતુ આ વખતે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહીએ મિલાવટખોરોને બરોબરના સકંજામાં લીધા છે.
SMCની આકરી કાર્યવાહીથી મિલાવટ માફિયા સ્તબ્ધ
સુરતમાં SMC અને ફૂડ વિભાગની કાર્યવાહીમાં પાડવામાં આવેલા દરોડામાં દૂધ અને આઇસક્રીમના સેમ્પલ નિષ્ફળ જતાં તંત્ર ચોંકી ઉઠ્યુ હતુ. આ નમૂના પાછા એક કે બે નહીં પણ દસ સ્થળેથી લેવાયા હતા. આ દસેય સ્થળના નમૂના નિષ્ફળ જતાં તંત્ર આકરા પાણીએ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ વિભાગ બંને આ બાબતને લઈને મિલાવટખોરોની સામે આકરી કાર્યવાહી કરી શકે છે.
દૂધ-આઇસક્રીમના નિષ્ફળ નમૂના સુરતીઓ માટે ચિંતાજનક બાબત
આ બતાવે છે કે સુરતીઓએ આ ઉનાળામાં દૂધ અન આઇસક્રીમ બંનેમાં સાવધાની દાખવવી પડશે. સુરતની સિંગણપોર રોડની શ્રીનાથ દૂધ ડેરીના નમૂના ફેઇલ ગયા છે. બમરોલીમાં શ્રીકૃષ્ણા ડેરીમાં ગાયનું દૂધ પણ ઉતરતી ગુણવત્તાનું હોવાનું માલૂમ પડ્યું હતું. ઉનની એવન ડેરીમાં પણ દૂધના અને આઇસક્રીમના નમૂના નિષ્ફળ ગયા હતા. આ ઉપરાંત ચામુંડા ડેરીના નમૂના પણ નિષ્ફળ ગયા હતા. તેના પછી નાનપુરામાં શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના નમૂના પણ નિષ્ફળ ગયા હતા.
મિલાવટ માફિયા સામે તંત્રની લાલ આંખ
એસએમસીએ આ ઉપરાં પાંડેસરામાં એસકે પટેલ, તબેલો ડેરી અને આબ્રામા રોડ પર રાધે દૂધ મંડળી પર પણ ત્રાટકી હતી આ બધા સ્થળોએ તેના નમૂના ફેઇલ ગયા હતા. પાર્લે પોઇન્ટમાં સિદ્ધિ આઇસક્રીમના નમૂના પણ ફેલ ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ દરોડા બતાવે છે કે સુરતીઓ કેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ તેમના પેટમાં પધરાવી રહ્યા છે. તેઓ ખરેખર આનાથી ચેતવું પડશે.
આ પણ વાંચો: ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં 6 મહિનાની જેલ અને 1લાખનો દંડ
આ પણ વાંચો: ગુજરાત સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર પર મેળવ્યો કાબુ, ઋષિકેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન
આ પણ વાંચો: તબેલાનું શુદ્ધ ‘ઘી’ કહી ઝેર વેચાતું હતું: સુરતમાં 319 કિલો નકલી ઘી જપ્ત
