Gandhinagar News/ ગુજરાત સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર પર મેળવ્યો કાબુ, ઋષિકેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન

ખાદ્ય સલામતી-માનક કાયદામાં સુધારો કરવામાં આવશે. અને જો આ સૂચનો પર નો ઓબ્જેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત (Gujarat) માં ખાદ્ય ભેળસેળ (Food adulteration) પર સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર (Corruption) પર કાબુ મેળવ્યો છે. રાજ્ય સરકાર ખાદ્ય ભેળસેળ સંબંધિત કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. પહેલા નફો કમાવવા માટે વ્યવસાય કરતા ખાદ્ય વેપારીઓ નાના દંડ ભરીને છટકી જતા હતા, હવે સરકાર આ દંડમાં મોટો વધારો કરવાનું વિચારી રહી છે.

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકારે દંડની જોગવાઈઓ પર સૂચનો મંગાવ્યા છે. આ પછી, ખાદ્ય સલામતી-માનક કાયદામાં સુધારો કરવામાં આવશે. અને જો આ સૂચનો પર નો ઓબ્જેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે, તો ટૂંક સમયમાં ખાદ્ય ભેળસેળ માટે દંડ ચાર ગણો વધારવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં, આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના નિષ્ફળ જાય તો વેપારીઓને 20 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

સરકાર ખાદ્ય પદાર્થોમાં સામાન્ય ભેળસેળથી લઈને હાનિકારક કેસોમાં દંડની જોગવાઈઓમાં સુધારો કરવા તૈયાર છે. હાલની જોગવાઈઓ અનુસાર, ભેળસેળ માટે કેટલીક સજા નક્કી કરવામાં આવી છે, પરંતુ હવે તેને વધુ કડક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કોઈ પણ ખોરાકની ગુણવત્તા સાથે ચેડા ન કરી શકે અને જો કોઈ આવું કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સુધારા માટે, સરકારે 30 દિવસની અંદર નાગરિકો પાસેથી ઓનલાઈન વાંધા અને સૂચનો મંગાવ્યા છે.

એટલુજ નહીં આ ઉપરાંત, હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો માટે દંડની રકમ પણ વધારવામાં આવશે. અગાઉ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટે 5 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. હવે તેને ચાર ગણો વધારીને 20 લાખ રૂપિયા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે દંડની જોગવાઈ પર સૂચનો માંગ્યા છે. આ અંતર્ગત હવે 5 લાખ રૂપિયાને બદલે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને જો ખોરાક નિયમો મુજબ ન હોય તો ખોટી બ્રાન્ડેડ ખોરાક વેચવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની વિચારણા કરવામાં આવી છે. નાગરિકો 30 દિવસ સુધી આ મામલે ઓનલાઈન સૂચનો આપી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નકલી ઘી ની ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપાયું: ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે, 1 કરોડથી વધુની કિંમતનો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત

આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ

આ પણ વાંચો:ફૂડ સેફટી વીકને મળી જબરદસ્ત સફળતાઃ રૂ. 7.3 કરોડથી વધુના ભેળસેળિયા ખાદ્યપદાર્થ પકડાયા