Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

MANTAVYA Vishesh/ રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો

સિતારના તાર અને કૌભાંડના તારમાં એક સામ્યતા છે. સિતારના તાર યોગ્ય રીતે પકડાય તો સૂર નીકળે છે અને આ જ રીતે કૌભાંડના તાર યોગ્ય રીતે પકડાય તો તેમાથી અનેક કૌભાંડો નીકળે છે. ગુજરાતમાં આવા જ કૌભાંડના એક તારથી અનેક રહસ્યોદઘાટન થવા માંડ્યા છે.

July 23, 2025jani
Mantavya Vishesh

સિતારના તાર અને કૌભાંડના તારમાં એક સામ્યતા છે. સિતારના તાર યોગ્ય રીતે પકડાય તો સૂર નીકળે છે અને આ જ રીતે કૌભાંડના તાર યોગ્ય રીતે પકડાય તો તેમાથી અનેક કૌભાંડો નીકળે છે. ગુજરાતમાં આવા જ કૌભાંડના એક તારથી અનેક રહસ્યોદઘાટન થવા માંડ્યા છે.

થોડા સમય પહેલા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ અને ગુજરાત એટીએસની ટીમે અમદાવાદમાં પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. આ સમયે ફ્લેટ ભરીને સોનું અને રોકડ મળતા ATS અને DRI બંને ચોંકી ઉઠ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહનો હોવાનું તેમની જાણમાં આવ્યું હતું. મહેન્દ્ર શાહ અને પુત્ર મેઘ શાહનું કામ જ લોકોના બેનામી રૂપિયા ફેરવવાનું અને તેને વ્હાઇટ કરી આપવાનું હોવાનું તેમની જાણમાં આવ્યું હતું. હજી પિતાપુત્ર તો તેમની પક્કડમાં આવ્યા નથી, પરંતુ મહેન્દ્ર શાહને ત્યાં પડેલા દરોડાથી તે ખબર પડી કે રાજ્યમાં મહેન્દ્ર શાહ જેવા એક નથી અનેક હવાલા ઓપરેટરો છે જે ધનવાનોના અને રાજકારણીઓના બ્લેકના કરોડો રૂપિયા વ્હાઇટ કરી આપે છે.

આના પગલે હવે ઇન્કમ ટેક્સ પણ હરકતમાં આવી ગયું છે અને તેને ખબર પડે છે કે મેઘ શાહ જેવા ગુજરાતમાં એક નથી અનેક છે અને ફક્ત ગુજરાત જ નહીં દેશભરમાં આવા હવાલા ઓપરેટરોની ભરમાર પડી છે. આટલું ઓછું હોય તેમ તાજેતરમાં મેઘ શાહની પુત્રી સત્તાવાળાઓના હાથમાં આવી ગઈ છે. તેથી આગામી દિવસોમાં મોટા રહસ્યોદઘાટન થાય તો આશ્ચર્ય નહીં થાય.

આના તારના આધારે બીજા હવાલા ઓપરેટર સંજય શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને 20 કરોડથી પણ વધુની રોકડ જપ્ત કરી હતી. અહી આવકવેરા વિભાગને સંજય શાહની મોડસ ઓપરેન્ડીની પણ ખબર પડી હતી. આના પગલે તેમને ખબર પડી કે સંજય શાહ આણી મંડળી કરોડો રૂપિયા શેરબજારમાં ફેરવે છે, તેમા ગેરકાયદેસર રીતે સટ્ટો રમે છે અને શેરબજારનો જ ઉપયોગ બ્લેકના વ્હાઇટ કરવા માટે કરે છે. આમ દરેક હવાલા ઓપરેટર બ્લેકના વ્હાઇટની આગવી પદ્ધતિ અપનાવતો હોવાનું આવકવેરા વિભાગને જાણવા મળ્યું છે.

આ તો થઈ ફક્ત બે જ ઓપરેટરોની વાત થઈ. આખા રાજ્યના મોટા બિલ્ડરો, ઝવેરીઓ, રાજકારણીઓ, ડોક્ટરો, રાજકારણીઓ, કારોબારીઓ અને વ્યવસાયીઓને આ જ હવાલા ઓપરેટરો બ્લેકના વ્હાઇટ કરી આપે છે. આમ રાજ્યમાં બ્લેકના વ્હાઇટનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે. તેઓ કમિશન લઈને આ બધાના રૂપિયા બ્લેકના વ્હાઇટ કરે છે અને બજારમાં વ્યાજે પણ ફેરવતા હોવાનું જાણમાં આવ્યું છે.

આ ઉપરાંત બ્લેકના વ્હાઇટ કરવા માટે જનધન ખાતાનો ઉપયોગ થતું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તેમા ગરીબો અને જરૂરિયાતમંદોના બેન્ક ખાતા મહિને 15 હજાર રૂપિયાના ભાડાંથી લેવામાં આવતા હતા અને આ ખાતાઓમાં કરોડો રૂપિયાની એન્ટ્રી પડતી હતી. હવે જનધનખાતામાં કરોડો રૂપિયાની એન્ટ્રી પડે એટલે કે સ્વાભાવિક રીતે આ ખાતુ આવકવેરા ખાતાની નજરમાં આવે જ. આના પગલે ઇન્કમ ટેક્સે કરોડો રૂપિયાના વ્યવહારો થતાં હોય તેવા જનધન ખાતાની ચકાસણી કરી હતી અને છેવટે આવા ત્રણ લાખ, હા ત્રણ લાખ ખાતા બંધ કરવામાં આવ્યા હતા.

કોઈને કલ્પના પણ આવે કે બ્લેકને વ્હાઇટ કરવા માટે આ પ્રકારે જનધન ખાતાનો ખાતાનો ઉપયોગ થાય, આ બતાવે છે કે હવાલા પાડતા કૌભાંડીઓ કલ્પનામાં પણ ન હોય તેવી રીતે કામ કરતા હોય છે, તંત્રની આંખ ઉઘડે તે પહેલા તો કરોડો રૂપિયાની હેરાફેરી તેમણે કરી લીધી હોય છે. આમ ગુજરાતમાં હવે બ્લેકના વ્હાઇટ કરવા તે એક ધીકતો ધંધો છે.

ઇન્કમ ટેક્સ સમજી ગયું છે કે ગુજરાતમાં જ હવાલા ઓપરેટરો પકડાયા છે તે તો હજી આ કિસ્સામાં પાશેરાની પહેલી જ પૂણી છે. આવું ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં થાય છે અને આ રીતે રૂપિયા હવાલા દ્વારા વિદેશ પણ મોકલાય છે અને પછી તે રાઉન્ડ ટ્રિપિંગ દ્વારા મોરેશિયસ રૂટે ભારતમાં પરત પણ આવે છે. સત્તાવાળાઓની નાક નીચે આ બધુ થાય છે, પરંતુ પૂરતી ચકાસણીના અભાવે સત્તાવાળાઓ કંઈપણ સમજે તે પહેલા આખો બધો ખેલ થઈ ચૂક્યો હોય છે.

રિઝર્વ બેન્કથી લઈને ઇન્કમ ટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી બધી જ નિયમનકારી સંસ્થાઓ આ પાછળ લાગેલી હોવા છતાં પણ કૌભાંડીઓએ એવી જાળ ગૂંથી હોય છે કે તેઓ પોતે કશાની જાળમાં આવતા નથી. આ તો મેઘશાહ અને સંજય શાહ જેવાનો પત્તો મળી ગયો, પણ શું આખા દેશમાં આ જ બે હવાલા ઓપરેટર છે જરા પણ નહીં.

ઇન્કમ ટેક્સ વિભાગ પણ માને છે કે આવા હવાલા ઓપરેટર કે એન્ટ્રી ઓપરેટર એક કે બે નહીં પણ ઘણી મોટી સંખ્યામાં છે. દેશના દરેક શહેરોમાં આ પ્રકારના એન્ટ્રી ઓપરેટર કાર્યરત છે. બસ હજી સુધી ઇન્કમ ટેક્સ કે ઇડી ત્યાં સુધી પહોંચ્યું નથી.

આના પગલે હવે ઇન્કમ ટેક્સ દેશભરના એન્ટ્રી ઓપરેટરો અને ડેટા ઓપરેટરો કઈ રીતે આખુ કૌભાંડ ચલાવે તેની કવાયત હાથ ધરી છે. એક વખત આ કવાયત પૂરી થાય તેના પછી આખા દેશના એન્ટ્રી ઓપરેટરો અને તેના આધારે બ્લેકમાં કમાણી કરનારાઓ પર આવકવેરા ખાતાનો સકંજો કસાશે તે નિશ્ચિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, માનવતાનો ખાત્મો

આ પણ વાંચો: વિજય રૂપાણી સૌરાષ્ટ્રના રાજકારણની મહામૂડી

આ પણ વાંચો: એક યુદ્ધ જ રોકશે બીજું યુદ્ધ

Post navigation

વિવિધ સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી, જાણો શું કહ્યું?
ગુજરાત સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર પર મેળવ્યો કાબુ, ઋષિકેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન

More Posts

Political/ હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું – “હું કોંગ્રેસ છું”

December 28, 2020December 29, 2020Bhavesh Vyas
શક્તિ, શિસ્ત અને સેવા : મહિલા IAS Shalini Duhan

MANTAVYA Vishesh/ જનસંવાદને જનઉકેલની ચાવી માને છે IAS ઓફિસર શાલિની દુહાન

February 1, 2026February 3, 2026Maya Sindhav

સત્તા પરિવર્તન/ “કેપિટલ હિલ” – આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ

January 9, 2021January 27, 2021Bhavesh Vyas

મારું મંતવ્ય/ જર્મનીની બોટલ ડિપોઝીટ સ્કીમ કેટલી સફળ છે

November 20, 2021Nikki Macwan

MANTAVYA Vishesh/ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ અલ રાઈસીએ લીધી મોસ્કોની મુલાકાત,પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્યા વખાણ

December 8, 2023December 8, 2023khusbu pandya

મંતવ્ય વિશેષ/ સાઉદી બનાવી રહ્યું છે વિશ્વની સૌથી ઉંચી ઈમારત

September 21, 2023September 21, 2023Maya Sindhav

મંતવ્ય વિશેષ/ ‘સાયરેત મતકલ’ કેમ ખાસ ભૂમિકા ભજવી શકે છે?

October 16, 2023October 16, 2023Maya Sindhav

મંતવ્ય વિશેષ/ યુક્રેન યુદ્ધ બાદ પુતિનની પ્રથમ વિદેશ યાત્રા, જાણો શું છે ખાસ

December 7, 2023December 7, 2023Maya Sindhav

MANTAVYA Vishesh/ સરકારી જમીન કબ્જે કરી, દંડ ભરીને છૂટ્ટા, સજા જ નહીં

September 12, 2025jani
ભારતીય વાયુસેના

મંતવ્ય વિશેષ/ એક કિલકમાં જાણો ભારતીય વાયુસેના 91 વર્ષનો ઈતિહાસ વિશે

September 30, 2023September 30, 2023Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy