Hanta Virus Alert/ ‘Hondius’ જહાજમાં હંટા વાઇરસનો ખતરો: 3ના મોત, WHOએ જાહેર કરી મોટી ચેતવણી

‘MV Hondius’ ક્રૂઝ જહાજમાં Hanta virus ફેલાતા 3 લોકોના મોત, WHOએ જાહેર કરી ચેતવણી; મુસાફરોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા.

Top Stories World Breaking News
'MV Hondius’માં Hanta virusનો ખતરો,3ના મોત

Hanta Virus: સમુદ્રની સફરે નીકળેલું એમ વી હોન્ડિયસ (MV Hondius) હાલમાં જીવલેણ હંટા વાઇરસ  (Hanta virus)ના ભરડામાં આવ્યું હોવાનું સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ છે. હંટા વાઇરસના સંક્રમણને કારણે ત્રણ મુસાફરોના મોત થયા છે, જ્યારે એક ફ્રાન્સની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)એ મહત્વપૂર્ણ ચેતવણી અને અપડેટ જાહેર કરી છે.

Hanta virus સંક્રમણની શરૂઆત ક્યાંથી થઈ?

સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સંક્રમણની શરૂઆત નેધરલૅન્ડના એક દંપતીથી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ અમેરિકાની યાત્રા દરમિયાન તેઓ હંટા વાઇરસ (Hanta virus)ના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન છે.હાલમાં જહાજ પરથી તમામ 87 મુસાફરો અને 35 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હવે જહાજને નેધરલેન્ડ (Netherlands) લઈ જવાઈ રહ્યું છે, જ્યાં તેને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવામાં આવશે.

મુસાફરોને આઇસોલેશનમાં રાખાયા

નેધરલૅન્ડ પહોંચેલા તમામ મુસાફરો અને સ્ટાફને સાવચેતીના ભાગરૂપે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે યુનાઇટેડ કિંગડમ (United Kingdom) પરત ફરેલા 20 બ્રિટિશ નાગરિકોને ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.આ તમામ મુસાફરોએ 45 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.

WHOએ શું કહ્યું?

WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus)એ જણાવ્યું છે કે હાલમાં સંક્રમણ માત્ર જહાજના મુસાફરો અને સ્ટાફ સુધી મર્યાદિત છે અને તેને હજી વૈશ્વિક મહામારીની શરૂઆત તરીકે જોવી જોઈએ નહીં.જોકે, તેમણે ચેતવણી આપી છે કે હંટા વાઇરસના લક્ષણો મોડા દેખાતા હોવાથી આગામી દિવસોમાં નવા કેસ સામે આવી શકે છે. Spain માં પણ એક મુસાફરમાં વાઇરસની પુષ્ટિ થઈ હોવાનું સામે આવ્યું છે.

ભારતીયો અંગે રાહતના સમાચાર

ભારત માટે રાહતના સમાચાર એ છે કે દેશમાં હજુ સુધી હંટા વાઇરસ (Hanta virus)નો એકપણ કેસ નોંધાયો નથી. ક્રૂઝ પર સવાર બે ભારતીયો સંક્રમિત હોવાની આશંકા વચ્ચે ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે બંને ભારતીય ક્રૂ સભ્યો સંપૂર્ણ સ્વસ્થ છે. સ્પેનમાં ભારતનું દૂતાવાસ (Embassy of India in Spain) સતત સ્પેનિશ અધિકારીઓના સંપર્કમાં છે અને બંને ભારતીયોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો:હંટાવાયરસ થી સંક્રમિત ક્રૂઝ શિપમાંથી 29 મુસાફરો ઉતર્યા, 12 દેશોમાં ફેલાયો ભય! જાણો શું છે હન્ટાવાયરસ?

આ પણ વાંચો:ભારતમાં આ વર્ષે કઈ નવી બીમારીઓનો લોકોએ સામનો કરવો પડ્યો…

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકાર પાસે માંગ્યો જવાબ, જાણો શું છે આ મામલો