Epidemic/ કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત

અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ધીમી ગતિએ વધારો નોધાઈ રહયો છે. અને શહેરમાં કાળો કેર વર્તાવી રહ્યો છે.

Top Stories Gujarat Others

કોરોના બાદ હવે લોકોને સ્વાઇન ફ્લૂનો ડર સતાવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ધીમી ગતિએ વધારો નોધાઈ રહયો છે. અને શહેરમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. અમદાવાદ  શહેરની  વિવિધ હોસ્પીટલમાં 158 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો અમદાવાદમા  છેલ્લા એક માહિનામાં 10 જેટલા દર્દીઓના મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં 145 જેટલા સ્વાઇન ફ્લૂના દર્દી સારવાર હેઠળ છે. તો અસારવા હોસ્પીટલમાં 13 સ્વાઇન ફ્લૂના દર્દીઓ દાખલ છે. અસારવા સિવિલના 13 દર્દીમાંથી 11 ઓક્સિજન ઉપર અને બે દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો ખાનગી હોસ્પિટલોમાં પણ અનેક  દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે.

સોલા સિવિલમાં સ્વાઈન ફલૂના બે દર્દી રહ્યા છે, જે પૈકી એક બાળક અને એક 60 વર્ષીય વૃદ્ધા છે, બંને દર્દીની તબિયત સ્થિર છે. અગાઉ સોલામાં એક કુબેરનગર અને એક સરખેજના દર્દીનાં મોત થયાં હતા.

તો સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે. બીજી બાજુ રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે.તો બીજીબાજુ પાણીજન્ય રોગચાળાને પગલે પણ શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે.

પાટણ 
પાટણ જિલ્લામાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ લોકોની બીમારીમાં સપડાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવી પડી હતી જેમાંથી બે દર્દીઓ સાજા થયા છે. સિધ્ધપુર તાલુકાના રસુલપુર ( મેત્રાણા )ના મહિલા હાલમાં સિદ્ધપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર નીચે છે. સ્વાઈન ફ્લૂનો રોગચાળો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

કચ્છ

કચ્છમાં વાયરલ બીમારીના કેસો વચ્ચે હવે સ્વાઇનફલૂના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અગાઉ નખત્રાણામાં પોઝિટિવ કેસ આવ્યા બાદ હવે ભુજ તાલુકાના વધુ 2 ગામોમાં 2 વ્યક્તિને સ્વાઇનફલૂનો ચેપ લાગ્યો છે.

ભાવનગર

ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસમાં સ્વાઈનફલૂના ૧૦થી વધુ કેસ નોંધાયા છે, જેમાં વધુ બે વ્યકિતના સ્વાઈનફલૂથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. સ્વાઈનફલૂના કેસ ધીમીગતીએ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

National/ ભગવાન ઉચ્ચ જાતિમાંથી આવતા નથી, શિવજી SC અથવા ST હોવા જોઈએ :જેએનયુના વાઈસ ચાન્સેલર