Gandhinagar/ સરકાર દ્વારા સાઈકલ ચૂકવવામા વિલંબ, કોંગ્રેસ નેતાએ સરકારની કરી ટીકા કરીને ખોલી પોલ

અમિત ચાવડાએ જણાવ્યુ કે, રાજસ્થાનમાં કંપની એક સાયકલ 3857 રૂપિયામાં આપે છે એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરસ્વતી સાધના યોજના જેના હેઠળ SC-ST-OBC સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાઈકલ સહાય આપવામાં આવે છે, શાળાની શરૂઆત જુન મહિનામાં થાય, પ્રવેશોત્સવ યોજાય છે. દીકરીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ જેથી એ પહેલા દિવસથી સાઈકલ લઈને શાળાએ જઈ શકે. પણ સરકાર દીકરીઓને બદલે પોતાની માનીતી એજન્સીઓની ચિંતા કરે છે. સાયકલની ખરીદીનું કૌભાંડ ચાલે છે, થોડા પૈસાની લાલચ માટે સાઈકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવા માટે વિલંબ થઇ રહ્યો છે.

“સરસ્વતી સાધના યોજના”માં 2023-24 માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા 1 લાખ 70 હજાર સાયકલો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. જેની ખરીદી માટે રાજ્ય સરકારનું સાહસ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી.(ગ્રીમ્કો) ને સત્તા આપવામાં આવી. વર્ષોથી ખરીદવામાં આવતી સાયકલ સ્પેશીફીકેશન અને ઉત્તમ કંડીશન છે કે નહિ એ વર્ષોથી એની કમિટી SPC દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ પહેલી વખત માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્પેશીફીકેશન અને કંડીશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ અને રજુઆતો થાય છે, વિરોધપક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે.

પરંતુ CM ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીના સ્પેશીફીકેશન SPC ને બદલે સીધો વિભાગ નક્કી કરે છે. કેટલીક માનીતી ચોક્કસ કંપનીઓને લાભ થાય અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયામાં આપે છે એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ 1 લાખ 70 હજાર સાયકલો એટલે કે “સાડા 8 કરોડ” રૂપિયા વધારે ચુકવવા પાછળનું કારણ શું છે એનો સરકાર જવાબ આપશે કે નહી.

સાયકલની ખરીદી પ્રક્રિયા મે-2023માં થવી જોઈએ એને બદલે આખી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થાય છે અને નવા શૈક્ષણિક વર્ષ એપ્રિલ-2024માં વર્કઓડર અપાય છે, ડીલીવરી  થાય છે. સાયકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે, ત્યારબાદ એના સ્પેશીફીકેશન મુજબ ગુણવત્તા, ક્વોલીટી ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક ક્વોલીટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC) જે રાજ્ય સરકારનું છે એના દ્વારા તપાસ થાય છે. અને તે તપાસમાં જે સ્પેશીફીકેશન બીડમાં હતું એ મુજબની ગુણવત્તા જોવા મળી નથી. ISI માર્ક મુજબની જે સ્પેશીફીકેશન હતા એ ગુણવત્તા જોવા મળતી નથી. આ જ કારણે સાયકલો ગ્રીમ્કોના ગોડાઉનમાં પડી રહી છે, અને હજુ સુધી કોઈ દીકરી સુધી સાયકલ પહોંચી નથી.

ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ હોય એ બાબતે એલ્વન કંપની દ્વારા જસ્ટીફીકેશન આપવામાં આવેલ કે યોગ્ય રીતે જણાતું નથી, એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજુરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવે છે, તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. કોંગ્રેસના અમિત ચાવડાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ‘ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલમાં 10 કરોડ જેટલા ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે’.

ગ્રીમ્કોએ 11 માર્ચ 2024ના રોજ સાઈકલો માટેનું વર્ષ 2023-24નું ટેન્ડર રદ્દ કરવાનો પત્ર લખવામાં આવેલો. ટેન્ડર રદ્દ કરવાની મંજુરી માંગવામાં આવેલ, ત્યારબાદ નવી પ્રોસેસ શરૂ કરવા માટેની સરકારને જાણ કરવામાં આવે છે. સરકારને તો એક સાઈકલે 500 રૂપિયા વધારે લેતી કંપની જોડે સેટિંગ થઇ ગયેલું છે કે શું ? એવી 1.70 લાખ સાઈકલ લેખે ગણીએ તો 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવું હતું એટલે ગ્રીન્કોની ટેન્ડર રદ્દ કરવાની ભલામણ સ્વીકારવામાં ના આવી.

સાઈકલો સરકારને પહોંચાડવામાં આવી અને લેબ દ્વારા ચકાસણી કરવામાં આવે છે ત્યારે રિપોર્ટમાં આવે છે કે સ્પેસિફિકેશન અને સ્ટાન્ડર્ડ હતા તે મુજબની સાઈકલો નથી આપવામાં આવી. એટલે હલકી ગુણવત્તાની, નક્કી થયેલ કરતા અલગ સ્પેસિફિકેશનવાળી સાઈકલ સપ્લાય થવાથી સ્વીકારી ના શકાય. સાઈકલ જિલ્લે જિલ્લે પહોંચી ગયેલી એટલે લાંબા સમય સુધી એ સાઈકલો પડી રહી. વરસાદમાં પલળતી રહી- કાટ ખાઈ ગઈ- ભંગાર થઇ ગઈ વારંવાર તપાસની માંગણી કરી, પત્રો લખ્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું કે, મંત્રી ઋષિકેશ પટેલે તેની તપાસની કરવાની જાહેરાત ગયા વર્ષે જુલાઈમાં કરેલી પણ આજે(27મી ફેબ્રુઆરી) વિધાનસભામાં આ અંગે પૂછ્યું, તપાસનો રિપોર્ટ માંગ્યો પણ સરકાર તેના માટે તૈયાર નથી. સરકાર કૌભાંડીઓને છાવરવા માટે વિધાનસભામાં ઉડાઉ જવાબો આપી રહી છે. 2023-24નું વર્ષ તો પૂરું થયું અને 2024-25નું વર્ષ પૂરું થવામાં છે. 2 વર્ષ થવા છતાં દીકરીઓને સાઈકલ આપવામાં ના આવી. આ સમગ્ર ખરીદીની પ્રક્રિયામાં કોની સૂચનાથી કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ થાય તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગર્જયા, ‘ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવાનું બંધ કરો’

આ પણ વાંચો: 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં, 3 હજારથી વધુ ડેલિગેટ્સ રહેશે હાજર

આ પણ વાંચો: કોંગ્રેસને જો મારી જરીર ન હોય તો …હવે કંઈપણ કરવાનું મન બનાવી લીધું છે શશી થરૂરે : હાઈકમાન્ડને મોકલાયો સંદેશ