Gandhinagar News: ગુજરાત સરકારે (Gujarat Government) શિક્ષકોની ભરતી (Teachers’ Recruitment) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય (Important decision) લીધો છે. હવે લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકો (Teachers)ની જગ્યાઓ માટે મોટા પાયે ભરતી (Recruitment) થશે, સરકાર 10700 જગ્યાઓ માટે ભરતી કરશે. શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2230 શિક્ષકોના શાળા ફાળવણી અને નિમણૂકના આદેશોની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સરકારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી. નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે શિક્ષક સહાયકો સાથે 3187 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 2230 જૂના શિક્ષકોના શાળા ફાળવણી અને નિમણૂકના આદેશો જારી કર્યા છે. જૂના શિક્ષકોને ટૂંક સમયમાં નિમણૂકના ઓર્ડર મળી જશે. ઉપરાંત, સરકારે શિક્ષણ સહાયકની 3187 નવી ખાલી જગ્યાઓ ભરવાની પણ મંજૂરી આપી દીધી છે.
શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આ ભરતી પ્રક્રિયા આગામી 10 વર્ષ સુધી ચાલશે. જેમાં પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. વર્ષ 2025 થી 2033 સુધી દર વર્ષે કેટલી જગ્યાઓ પર ભરતી થશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
* વર્ષ 2025: 11,300 જગ્યાઓ
* વર્ષ 2026: 6,503 જગ્યાઓ
* વર્ષ 2028: 5,427 જગ્યાઓ
* વર્ષ 2029: 430 જગ્યાઓ
* વર્ષ 2030: 8,283 જગ્યાઓ
* વર્ષ 2031: 8,396 જગ્યાઓ
* વર્ષ 2032: 18,496 જગ્યાઓ
* વર્ષ 2033: 13,143 જગ્યાઓ
આ ભરતી કેલેન્ડર જાહેર થવાથી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને તૈયારી માટે પૂરતો સમય મળશે. આ ઉપરાંત, રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ દૂર થશે, જેનાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.આ જાહેરાત અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ભરતી કેલેન્ડર એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે આશા રાખીએ છીએ કે આનાથી રાજ્યના યુવાનોને રોજગારીની નવી તકો મળશે અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે.” રાજ્ય સરકારના આ નિર્ણયથી યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેઓ આ ભરતી પ્રક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: આગામી 10 વર્ષમાં 94,000 શિક્ષકોની ભરતી
આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! યુવરાજસિંહ જાડેજાનું વિસ્ફોટક નિવેદન
આ પણ વાંચો:શિક્ષકોની ઘટ મુદ્દે અનિરુદ્ધ દવેનું નિવેદન, કચ્છના સ્થાનિક ઉમેદવારોને પણ આ ભરતીનો મળશે લાભ