Gujarat News : ગુજરાતમાં ટનાટન રાજનિતીએ સોશિયલ મિડીયામાં જોર પડડ્યું છે. લોકસભાની ચૂટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મિડીયામાં રીતસરની વોર છેડાઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે એવું ટ્વીટ કર્યું હતું. જેને પગલે ગુજરાત ભાજપના પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેએ પણ વળતો ઘા કરતા હોય એમ કોંગ્રેસ ટનાટન નહી પણ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તેવું ટ્વીટ કર્યું હતું. બાદમાંકોંગ્રેસના હેમાંગ રાવલ અને પરેશ ધાનાણીએ ફરીથી ટ્વીટ કરતા બન્ને પક્ષો વચ્ચે સોશિયલ મિડીયામાં વોર થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
ધાનાણી અને યજ્ઞેશ દવે બાદ હેમાંગ રાવલે એક્સ પર ટનાટન ભાઈ ટનાટન નામથી પોસ્ટ કરી છે. જેમાં રાવલે ભાજપમાં ધમાસાણનો ઉલ્લેખ કર્યો છે. વડોદરા સાબરકાંઠા વિવાદનો પણ રાવલે ઉલ્લેખ કરીને તેમણે ભાજપના બદલાયેલા ઉમેદવારો અંગે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.
ત્યારબાદ સાંજે ફરી એકવાર ટનાટન રાજનિતીમાં ધાનાણીએ વધુ એક ટ્વીટ બોમ્બ ફોડયો હતો. એક્સ પર પોસ્ટ કરીને તેમણે વધુ એક કટાક્ષ કર્યો હતો. તેમણે પોસ્ટમાં ભાજપે ટિકીટ કાપી તે ઉમેદવારોના નામ સાથે કટાક્ષ કરતા કહ્યું હતું કે હા પાડીને હેઠા બેસાડ્યા, ધાનાણીએ એક્સ પર એક પછી એક પોસ્ટ કરતા ગુજરાતની રાજનિતીમાં સોશિયલ મિડીયા પર ધમાલ મચી છે.
ભાજપના પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કરતા લખ્યું છે કે કોંગ્રેસ ટનાટન નહી પણ ના પાડવામાં ટનાટન છે. ટ્વીટમાં તેમણે શક્તિસિંહના હોમ ટાઉન ભાવનર અને સ્વ.અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી.
વધુમાં તેમણે કટાક્ષ કર્યો હતો કે રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન, અમરેલીથી રોહન ગુપ્તાની ટનાટન, આણંદથી ભરત સોલંકીની, પાટણથી જગદીશ ઠાકોરની, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને અમદાવાદ પશ્ચિમથી શૈલેશ પરમારની ટનાટન.. જેને કારણે રાજકરણ ગરમાયું છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત
