Gir Somnath News/ નવાબંદર ગામે પરિણીતાએ દરિયામાં પડી જીવન ટૂંકાવ્યું

મૃતકના સંબંધીઓ અને ગ્રામજનોનો આરોપ છે કે રેકોર્ડિંગ વાયરલ થવાને કારણે મનીષાએ આત્મહત્યા કરી છે.

Top Stories Gujarat

Gir Somnath News:આત્મહત્યાના કેસો દિવસેને દિવસે વધતાં જઈ રહ્યા છે. નવાબંદર ગામેથી વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં મનીષા નામની યુવતીએ દરિયામાં પડી જીવન ટૂંકાવ્યુંછે. મનીષા છેલ્લા બે વર્ષથી તેના પતિ સાથે અણબનાવને કારણે નવાબંદરમાં તેના માતાપિતા સાથે રહેતી હતી. એક યુવાન સાથેનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ તેણે આજે આ પગલું ભર્યું હતું.

પોલીસે આ ઘટનાને અકસ્માત મૃત્યુ તરીકે નોંધી છે. જોકે, મૃતકના સંબંધીઓ અને ગ્રામજનોનો આરોપ છે કે રેકોર્ડિંગ વાયરલ થવાને કારણે મનીષાએ આત્મહત્યા કરી છે.

સંબંધીઓએ સરકારી હોસ્પિટલના ગેટ પર ધરણા શરૂ કર્યા છે અને જે વ્યક્તિ સાથે રેકોર્ડિંગ વાયરલ થયું હતું તેની સામે FIR નોંધવાની માંગ કરી રહ્યા છે. ઉના અને નવાબંદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને નેતાઓ સાથે વાત કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ગ્રામજનો તેમની માંગ પર અડગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું

આ પણ વાંચો:જુનાગઢ અને ગીર સોમનાથમાં ફરી ધરા ધ્રુજી,તાલાલા નજીક નોંધાયુ કેન્દ્ર બિંદુ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં વેરાવળમાં પ્રેમીપંખીડાની આત્મહત્યા