Gujarat News: ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF) અને અમદાવાદ (Ahmedabad) ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા જાહેર કરાયેલ નેક્સ્ટ જનરેશન GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સુધારાઓનું રાજ્યના વેપારીઓ અને નાગરિકો વતી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. આ સુધારાઓ વેપારી સમાજની લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓને દૂર કરવા અને કરવેરા પ્રણાલીમાં સરળતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે,”છેલ્લા આઠ વર્ષથી GSTના અમલીકરણમાં દેશના સર્વે પ્રજાજનોએ નવી કરવેરા વ્યવસ્થાને સફળ બનાવવા માટે પૂરતો સહકાર આપ્યો છે. આ સફળતામાં વેપારી સમાજનો સૌથી મોટો ફાળો રહ્યો છે, જેમણે આ નવી પદ્ધતિને અપનાવી અને તેનું પાલન કર્યું છે.” જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે આ સમયગાળા દરમિયાન વેપારીઓએ અનેક વ્યાજબી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેનો ઉકેલ લાવવા માટે સરકારને વારંવાર સૂચનો મોકલવામાં આવ્યા હતા.
[fvplayer id=”20″]
જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે,”GSTના અમલીકરણ દરમિયાન વેપારીઓની વ્યાજબી મુશ્કેલીઓને દૂર કરવામાં હજુ સુધી પૂરતી રાહત મળી નથી. અધિકારીઓના બિનવ્યવહારુ અભિગમને કારણે લિટિગેશન (કાનૂની વિવાદો)માં વધારો થયો છે, જે વેપારીઓ માટે નાણાકીય અને માનસિક બોજ બની રહ્યો છે.” ફેડરેશનનું માનવું છે કે નેક્સ્ટ જનરેશન GSTના સુધારાઓમાં આ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની અને વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવવાની જરૂર છે.
આ ઉપરાંત, ફેડરેશને GSTની થ્રેશહોલ્ડ લિમિટમાં વધારો કરવાની માંગ કરી છે. ખાસ કરીને, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને ધ્યાનમાં રાખીને ₹5 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપાર-ઉદ્યોગોને GST રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવાની ભલામણ કરવામાં આવી છે. આ પગલું નાના વેપારીઓની નાણાકીય અને વહીવટી બોજને ઘટાડવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: વિસનગરના ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, ત્રણની ધરપકડ, ત્રણ ફરાર
આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો: મહેસાણામાં ફરી પાછું ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, ત્રણની ધરપકડ 10 ફરાર
