Not Set/ ભાજપને સમર્પિત અનેક નેતાઓ જે તેમના સમર્પણ મુજબની સન્માનજનક વિદાય નથી મેળવી શક્યા

ઘરમાં પણ પોતાના માં- બાપ સાથે આપણે જેવો વ્યવહાર કર્યો હશે એ વ્યવહાર ઘરમાં નાના બાળકો જોતા હોય છે અને શીખી રહ્યા હોય છે પિંપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વિતી તુજ વીતશે , ધીરી રે બાપુડિયા” …

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં નવા મંત્રી મંડળની વરણી થઈ ચુકી છે. નો રિપીટ થિયરી મુજબ ભાજપ મવોડી મંડળે જુના દિગ્ગજ નેતાઓનો એક સાથે સફાયો કરી નાખ્યો છે. અને આખે આખું મંત્રીમંડળ નવા ધારાસભ્યોથી છલકાઈ ઉઠ્યું છે. ત્યારે ભાજપની નો રિપીટ થિયરી ને લઇ ભાજપના નેતાઓ ભલે અવાજ નાં ઉઠાવે પણ કોંગ્રેસે ચોક્કસથી ટીપ્પણી કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે પણ ભાજપની નો રિપીટ  થિયરીને લઇ વ્યંગબાણ ટાંક્યા છે.

https://twitter.com/jayrajkuvar/status/1438769290342191105?s=21

 

તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એટલે સુધી લખી નાખ્યું છે કે, એકલદોકલ શિકારથી જાણે મજા ના આવતી હોય એમ આ વખતે સાગમટે અનુભવીઓનો શિકાર કરી નાખ્યો.  હજુરીયાઓની ફોજ પાળવાનો શોખ રાખનાર સાહેબોને નીતિનભાઈ જેવો બોલકો મજુરીયો ખટકતો હશે.

વધુમાં તેમને લખ્યું છે કે, ભાજપ અને મોદીજીને તેમના પક્ષમાં પરિવર્તન કરવાનો, નવો બદલાવ લાવવાનો અબાધિત અધિકાર છે. પરંતુ પરીવર્તનના નામે વરિષ્ઠો સાથે થતુ નિષ્ઠુર વર્તન એક રાજકીય વ્યક્તિ તરીકે ખટકે છે. પક્ષ ભલે અલગ અલગ હોય વ્યક્તિગત સંવેદનાઓ એક સરખી જ હોય છે. પદ પાછુ ખેંચવાના નામે આખી જીંદગી પક્ષ માટે ઘસી નાખનાર નેતૃત્વને હાંકી કઢાયાનો અનુભવ કરાવતું વલણ દુઃખદ છે. શિસ્તના નામે સંયમ પાળનાર આ નેતાઓ પ્રત્યે ભાજપે સંયમિત રહેવાનું મુનાસીબ નથી ગણ્યુ તે ” કેરી ચુસ્યા બાદ ગોટલો ફેંકી દેવા ” જેવી અવહેલના ગણી શકાય.

હાલ વિજયભાઈ , નીતિનભાઈ અને પ્રદીપસિંહજી સાથે જે બન્યુ તે નવું નથી. નરેન્દ્ર મોદીએ સ્વયંને મુખ્યમંત્રી પદે આરૂઢ કરવા કેશુભાઈ પટેલની પીઠ પાછળ કાવતરૂ કરી કાઢી મુક્યા ત્યારથી આ આદત બની ગઈ છે. પોતાના ગુરૂ એવા અડવાણીજીને વડાપ્રધાન પદના રસ્તેથી હટાવવા રાષ્ટ્રીય કાર્યકારીણી પર કબજો જમાવી ” માર્ગદર્શક ” મંડળના રસ્તે ધકેલી દેનાર મોદીજી રાજકીય લાભ માટે કંઈ પણ કરી શકે તે દ્રઢ થયુ છે. ફેસબુક પર રાજીનામું આપવા મજબુર થનાર આનંદીબેન સાથે પણ આ જ પ્રકારે વર્તન થયુ હતુ જે રૂપાણી જી સાથે થયુ.

ગુજરાત ભાજપના અનેક સમર્પિત લોકોના નામ છે જેઓ તેમના સમર્પણ મુજબની સન્માનજનક વિદાય નથી મેળવી શક્યા જેમાં શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ર્ડા. એ. કે. પટેલ, નારસિંહ પઢીયાર, દત્તાજી ચિરંદાસ, વજુભાઇ વાળા,જયનારાયણ વ્યાસ, સંજય જોશી, તોગડીયા વગેરે.. અને હવે આનુ તાજુ ઉદાહરણ નીતિનભાઈ પટેલ છે. જનસંઘથી લઈને આજે 2021  પક્ષની તડકી છાયડી વેઠનાર  નીતિનભાઈ પટેલને એમની ક્ષમતા જ જાણે નડી ગઈ. હજુરીયાઓની ફોજ પાળવાનો શોખ રાખનાર મોદી સાહેબને આ બોલકો મજુરીયો ખટકતો હતો એ આપણે અનુભવ્યુ છે. આ ખચકાટ જ નીતિનભાઈની ગર્વભેર વિદાયને કાઢી મુક્યાની લાગણી માટે જવાબદાર છે. સતત બીજી વખત નીતિનભાઈ સાથે જે પ્રકારે મજાકપૂર્ણ વ્યવહાર થયો તે દુખદ છે.

દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવી પડે કે આપણા પોતાના ઘરમાં પણ પોતાના માં- બાપ સાથે આપણે જેવો વ્યવહાર કર્યો હશે એ વ્યવહાર ઘરમાં નાના બાળકો જોતા હોય છે અને શીખી રહ્યા હોય છે .. અને કાળક્રમે એજ બાળકો તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરે છે.. કારણકે એના મનમાં એવી છાપ પડી હોય છે કે આજ પ્રણાલી છે એટલે જ કહેવાયું છે કે

” પિંપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વિતી તુજ વીતશે , ધીરી રે બાપુડિયા” …

એક પટાવાળો એની નોકરી પુરી કરી નિવૃત્ત થાય તો તેને પણ સસન્માન વિદાય આપવાનો રીવાજ છે. આપણા ઘેર કામ કરતી કોઈ વ્યક્તિ કે આપણા ડ્રાઈવરને જો કોઈ સંજોગવશાત છુટો કરવાનો હોય તો કહેતા જીભ ના ઉપડે, વહેલુ કહીએ જેથી એ એની બીજી વ્યવસ્થા ગોઠવી શકે. જાય ત્યારે પણ ભેટ આપી એના કામની સરાહના કરી વિદાય આપીએ.આ માનવસહજ લાગણી હોય.
કુતરૂ પાળ્યુ હોય તો એની સાથે પણ લાગણી બંધાય, કોઈને આપતા જીવ ના ચાલે એ આપણા સંસ્કાર છે પરંતુ ભાજપે ” નો રિપીટ ” ના નામે વર્ષો સુધી પોતાની જાત પક્ષ માટે ખપાવી દેનાર વરિષ્ઠો સાથે જે વ્યવહાર કર્યો છે તે અમાનવીય છે. હવે ગુજરાતની જનતા જ ” નો રિપીટ ” થીયરી અપનાવવાનું મન બનાવી ચુકી છે.

એકલદોકલ શિકારથી જાણે મજા ના આવતી હોય એમ આ વખતે સાગમટે અનુભવીઓનો શિકાર કરી નાખ્યો.
કદાચ એકબીજાના ખભે માથુ મુકી રડી શકે એવો ભાવ હશે. એક કલાક પહેલા અમદાવાદમાં આવેલા પાટીદાર સમાજના ” સરદારધામ ” ના લોકાર્પણ સમારોહ માં સંબોધતા મોદીજી એ કહ્યું વિજયભાઈએ ગુજરાતને જાણે નંદનવન બનાવી દીધુ હોય, રામ રાજ લાવી દીધુ હોય એવા વખાણ કરનાર મોદીજીએ તેમને કાર્યક્રમ પુરો થતાં જ પુરા કરી નાખ્યા આ છેતરપીંડી નહી તો બીજુ શું ?

પોતાના વર્ષોના સાથીઓ સાથે દગો કરનારી માનસિકતા પ્રજાને વફાદાર રહી શકે ખરી ?
જો શિસ્તના નામે મૌન પળાતુ જ રહેશે તો આ અપમાનનો ઘુંટડો ક્યારેક ને ક્યારેક તમામ કાર્યકરો એ પીવાનો વારો આવશે. મહાભારતમાં પાંચ ગામ માગનાર પાંડવોને સોયની અણી જેટલી તસુભાર જમીન નહી આપવાનો અન્યાય કરનાર કૌરવો પારકા નોહતા. ભાઈઓ જ હતા છતાં કૃષ્ણએ ” શઠં પ્રતિ શાઠ્યંમ ” જેવા સાથે તેવા ” નો વ્યવહાર કરવા પાંડવોને સંદેશ આપ્યો અને ધર્મયુદ્ધ ખેલાયુ.
સંયમ અને કાયરતા વચ્ચે પાતળી ભેદરેખા છે. આત્મ સન્માનના ભોગે શિસ્ત અને સમર્પણ એ નબળાઈની નિશાની છે. અન્યાય અને અપમાન સામે ધર્મયુધ્ધ ખેલવુ કે અડવાણીની જેમ રાજકીય વૈધવ્ય પાળવુ એ આ સાગમટે હાંકી કઢાયેલાઓના જમીર પર નિર્ભર છે.

અડવાણી, મુરલી મનોહર જોશી , શત્રુઘ્ન સિંહા, ઉમા ભારતી, અરૂણ શૌરી, યશવંત સિંહા , રામ જેઠ મલાની, સહીત અનેકોની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને નિષ્ઠુરતાપૂર્વક ઠોકરે ચઢાવી દેવાનો અહંકાર વધુ પ્રબળ થતો ગયો છે. ટુંકમાં ભાજપમાં અટલજીની જેમ મરે જ માન મળે બાકી જીવતેજીવ અપમાનના ઘુંટડા પીવાનુ જ લમણે લખાયુ છે.

યુપી ચૂંટણી 2022 / યુપી ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષે સ્ક્રિનિંગ કમિટી બનાવી, આ સભ્યોને જવાબદારી મળી

મેગા ડ્રાઇવ / ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક

પારદર્શી વહીવટ..! / હવે મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ ‘નો રિપીટ’ થિયરી લાગુ પડશે

Technology / સનરૂફવાળી આ સસ્તી કાર છે ટ્રેન્ડમાં, સરળતાથી તમારા બજેટમાં ફિટ થઈ જશે

Technology / વોટ્સએપ બિઝનેસ એપમાં નવું ફીચર આવી રહ્યું છે, તમે શોપ-સર્વિસ વિશે સર્ચ કરી શકશો

ઓલાની મોટી જાહેરાત / તમિલનાડુમાં માત્ર મહિલાઓ જ ઇલેક્ટ્રિક સ્કૂટર પ્લાન્ટ ચલાવશે.