અન્ય એક નવું ફીચર વોટ્સએપની બિઝનેસ એપ પર આવી રહ્યું છે. વ્હોટ્સએપ બિઝનેસ એપ પર હવે યુઝર્સ વોટ્સએપમાં જ કોઇ પણ દુકાન અને સર્વિસ વિશે સર્ચ કરી શકશે. વોટ્સએપ બિઝનેસની આ સુવિધાનું હાલમાં બ્રાઝિલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ફેસબુક તેની વોટ્સએપ એપને સંપૂર્ણપણે ઈ-કોમર્સ એપમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે અને આવનારી સુવિધા પણ તેનો જ એક ભાગ છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી વિપરીત, વોટ્સએપ પર કોઈ જાહેરાતો નથી. આવી સ્થિતિમાં કંપની બિઝનેસ એપ દ્વારા પોતાની કમાણી વધારવા માંગે છે, જોકે આવનારા સમયમાં વોટ્સએપમાં જાહેરાતો જોઈ શકાય છે. અત્યાર સુધી ઘણા રિપોર્ટ આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો જોવા મળશે. કોરોના મહામારીમાં ઓનલાઈન રિટેલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ફેસબુક પણ તેના પ્લેટફોર્મ પર શોપિંગ ફીચર વિશે સતત અપડેટ આપી રહ્યું છે. ફેસબુક શોપિંગ પણ આનો એક ભાગ છે.
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે WhatsApp માં ઘણી બિઝનેસ કેટેગરી છે જેમાં ફૂડ, રિટેલ અને લોકલ સર્વિસ વગેરેનો સમાવેશ થાય છે. વ્હોટ્સએપની ગોપનીયતા માટે ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ કંપનીએ કહ્યું હતું કે તે વપરાશકર્તાઓના સ્થાનને ટ્રેક કરતી નથી અથવા ખાનગી ચેટ્સ વાંચતી નથી, જોકે તે બિઝનેસ એકાઉન્ટ્સમાંથી વાતચીત પર નજર રાખે છે.
વોટ્સએપ કહે છે કે વિશ્વભરના લાખો જાહેરાતકર્તાઓ તેમના વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં ફેસબુકે વોટ્સએપને લગભગ 14 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
Technology / આઇફોન 13 સીરીઝમાં પ્રથમ વખત 1 ટીબી સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ થશે
Technology / PUBG પર પ્રતિબંધ પછી, ભારતીયો રમી રહ્યા છે બ્રિટન, કોરિયા અને હોંગકોંગની ગેમ
