એચએમડી ગ્લોબલની હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયાએ ભારતમાં બે નવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4ને લોન્ચ કર્યા છે. નોકિયા 5.4 ફ્લિપકાર્ટ પર 17 ફેબ્રુઆરીથી મળશે જેના બે વેરિયેન્ટ 4GB + 64GB અને 6GB + 64GB માં 13,999 અને 15,999 રૂપિયામાં મળશે. નોકિયા 3.4 , 20 ફેબ્રુઆરીથી એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 4 જીબી + 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ સાથે 11,999 રૂપિયામાં મળશે.

નોકિયા 3.4 સુવિધાઓ
નોકિયા 3.4 માં 6.39 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. ફોનમાં 4000 એમએએચની બેટરી છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વિકલ્પ હશે. યૂઝર્સ એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી સ્ટોરેજ વધારી શકે છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જે 13 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ અને 2 મેગાપિક્સેલ ડેપ્થ સેન્સર સાથે આવશે. ફોનનો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો હશે.

નોકિયા 5.4
નોકિયા 5.4 ની વાત કરીએ તો ફોનમાં 6.39 ઇંચની એચડી પ્લસ પંચ હોલ ડિસ્પ્લે છે. ફોનમાં 4000 એમએએચની બેટરી છે. સેલ્ફી કેમેરા માટે ફોનમાં પંચ હોલ કટઆઉટ છે. ફોનની પાછળની પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

નોકિયા 5.4 ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ છે. ફોનનો સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો છે.

કંપનીએ નોકિયા પાવર ઇરબડ્સ લાઇટ પણ લોન્ચ કર્યા છે, તેની કિંમત 3,599 રૂપિયા છે. એમેઝોન પર નોકિયા પાવર ઇયરબડ્સ લાઇટ 17 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
