Tech News/ આ એપ્લિકેશનની મદદથી જાણો કે, તમારા ઘરની આસપાસ ક્યા લગાવાઇ રહી છે કોરોના રસી?

કોરોનાવાયરસ રસીનો બીજો તબક્કો દેશમાં શરૂ થઇ ગયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને કોરોનાવાયરસ રસી આપવામાં આવશે. આ સાથે 45 વર્ષથી ઉપરની ગંભીર બીમારીથી પીડિત લોકો માટે રસી પણ લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ દેશના દસ હજાર સરકારી કેન્દ્રોને મફત રસી આપવામાં આવશે. આવી સ્થિતિમાં તમારા ઘરની આજુબાજુ કોરોના રસી ક્યાં લગાવવામાં […]

Tech & Auto

કોરોનાવાયરસ રસીનો બીજો તબક્કો દેશમાં શરૂ થઇ ગયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને કોરોનાવાયરસ રસી આપવામાં આવશે. આ સાથે 45 વર્ષથી ઉપરની ગંભીર બીમારીથી પીડિત લોકો માટે રસી પણ લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ દેશના દસ હજાર સરકારી કેન્દ્રોને મફત રસી આપવામાં આવશે. આવી સ્થિતિમાં તમારા ઘરની આજુબાજુ કોરોના રસી ક્યાં લગાવવામાં આવી રહી છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Coronavirus vaccine update: India may get Oxford's COVID-19 vaccine in December; Covaxin may also be available by year-end | The Times of India

પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન રસી આપનાર નર્સ કોણ?

જો તમે મેપ ઇન્ડિયા મૂવ (mapmyindia Move)એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારી મૂંઝવણ સરળતાથી દૂર થઈ જશે. ખરેખર, કોરોના વાયરસ રસીનાં કેન્દ્રો આ એપ્લિકેશનની ઉપર ક્યાં આપવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી મળી જશે.

એપ્લિકેશન પર આસપાસ કોરોના વાયરસ રસીકરણ કેન્દ્ર વિશેની માહિતી પ્રદાન કરવામાં આવી છે. આ સંપૂર્ણ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને મેપ માય ઈન્ડિયા દ્વારા મેપ કરવામાં આવ્યું છે. મેપ માય ઈન્ડિયા મૂવ દ્વારા કોરોના વાયરસની રસી ક્યાં મળી રહી છે તે જાણવું ખૂબ જ સરળ છે.

ISRO and MapmyIndia collaborate to bring India made rival to Google Maps - Technology News

પહેલા તમારે મેપ ઇન્ડિયા મૂવ ઇન્સ્ટોલ કરવું પડશે છે અને ત્યારબાજ કોવિડના સેક્શનમાં જઇને લોકેશન દાખલ કરવું પડશે. તમને તરત જ નજીકના કોરોના સેન્ટર વિશેની માહિતી મળશે.

કોરોના રસી માટે સરકારે 250 રૂપિયા પ્રતિ ડોઝ મહત્તમ ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, હાલમાં દેશમાં 10 હજારથી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ પેનલ પર છે, જ્યારે 687 ખાનગી હોસ્પિટલો સીજીએચએસની પેનલ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ એઈમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લગાવ્યો. તેમને કોવાક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો છે.