Delhi News: ભારતમાં રાઇડ-હેલિંગ ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)ગુરુવારે દેશની પ્રથમ સહકારી-આધારિત રાઇડ-હેલિંગ એપ ‘ભારત ટેક્સી’ (Bharat Taxi) નો સત્તાવાર શુભારંભ કરશે. આ એપને ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી કંપનીઓ સામે એક મજબૂત અને સ્વદેશી વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.

સહકારિતાની વિચારધારાથી જન્મેલી ભારત ટેક્સી (Bharat Taxi)
ભારત ટેક્સી (Bharat Taxi) એપ બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 હેઠળ નોંધાયેલ સંસ્થા છે, જેની સ્થાપના 6 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઈવરોને માલિકી અને નફામાં સીધી ભાગીદારી આપવાનો છે. ખાનગી કંપનીઓની જેમ ઊંચા કમિશન બદલે, અહીં ઝીરો કમિશન મોડેલ અપનાવવામાં આવ્યું છે.

ઝીરો કમિશન અને સર્જ-ફ્રી પ્રાઇસિંગ
ભારત ટેક્સી (Bharat Taxi)ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઝીરો કમિશન અને સર્જ-ફ્રી પ્રાઇસિંગ પર આધારિત છે.
ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથ
ભાડામાં અચાનક વધારો (Surge Pricing) લાગુ પડતો નથી
નફો સીધો ડ્રાઈવરોને વહેંચવામાં આવે છે
આ મોડેલને કારણે ડ્રાઈવરોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે અને મુસાફરોને પણ પારદર્શક ભાડું મળશે.
ઓલા-ઉબર સામે સ્વદેશી પડકાર
સરકારી નિવેદન મુજબ, ભારત ટેક્સી (Bharat Taxi)વિદેશી રોકાણ આધારિત પ્લેટફોર્મ્સ સામે સ્વદેશી અને સહકારી વિકલ્પ પૂરો પાડે છે. ભારત ટેક્સી (Bharat Taxi) એપને આઠ અગ્રણી સહકારી સંસ્થાઓનો આધાર છે. 2 ડિસેમ્બરથી દિલ્હી-NCR અને ગુજરાતમાં તેની પાયલોટ સેવા શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) 5 ફેબ્રુઆરી 2026 ના દિવસે ઉદ્ઘાટન કરશે.
