Dharma & Bhakti/ ચાણક્ય નીતિ સૂત્ર: વ્યક્તિના આ 4 લક્ષણો દર્શાવે છે, એ સ્વર્ગથી આવ્યો છે કે નર્કથી!

Chanakya Niti Sutra (ચાણક્ય નીતિ સૂત્ર) અનુસાર મનુષ્યના અમુક લક્ષણો જોઇને જાણી શકાય કે એ ક્યાંથી આવ્યો છ? વર્તન અને સ્વભાવ પરથી એનું આકલન કરી શકાય…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra, ચાણક્ય નીતિ સૂત્ર, વ્યક્તિના ,વ્યક્તિત્વ

Dharm & Bhakti: ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra)માં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, પૃથ્વી પર મનુષ્યનું આગમન સ્વર્ગ લોક (Swarg lok)થી થયું છે કે પછી નર્ક લોક (Narak lok)થી? એ વાતની પરખ આ ચાર લક્ષણો પરથી કરી શકાય છે.

પ્રાચીન ભારતના મહાનતમ વિદ્વાનો પૈકીના એક એવા આચાર્ય ચાણક્યે ‘નીતિ શાસ્ત્ર’ (Niti Shashtra)ની રચના કરીને જીવનને સરળ રીતે કેમ જીવવું, એ વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું છે.

મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાની આધારશિલા

ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

Chanakya Niti Sutra, ચાણક્ય નીતિ સૂત્ર, વ્યક્તિના ,વ્યક્તિત્વ

ભારત વર્ષની પ્રખર બુદ્ધિમાન વિભૂતિ

પ્રાચીન ભારતની પ્રખર બુદ્ધિમાન વિભૂતિઓમાં જેમની ગણના થાય છે એવા, આચાર્ય ચાણક્યની નીતિઓના પગલે ચાલનારા લોકો આજે પણ તેમને યાદ કરે છે અને ફક્ત યાદ જ નહિં, પરંતુ એમણે ચીંધેલા માર્ગ પર ચાલીને જીવનમાં સફળ પણ થાય છે.

આચાર્ય ચાણક્યને કૌટિલ્ય તથા વિષ્ણુગુપ્ત (Kautilya and Vishnugupta) નામથી પણ ઓળખવામાં આવે છે. નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો લખવામાં આવેલી છે, જેનું અનુસરણ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો અવશ્ય કરવું જ જોઇએ.

ચાણક્ય નીતિમાં આલેખાયલી વાતોને જો કોઈ વ્યક્તિ હંમેશાં ધ્યાનમાં રાખે તો, જીવનમાં આવતી દરેક મુશ્કેલીને એ આસાનીથી હરાવી શકે છે.

મનુષ્યે, જીવનમાં સફળ બનવાથી લઇને પોતાનું વ્યક્તિત્વ (Personality) કેવું રાખવું જોઇએ, એ તમામ બાબતોને ‘નીતિ શાસ્ત્ર’ અંતર્ગત આવરી લેવામાં આવેલી છે.

ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) શું કહે છે?

આ ઉપરાંત, ચાણક્ય નીતિ સૂત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એવી કઈ ચાર બાબતો છે જેના પરથી જાણી શકાય કે પૃથ્વી પર વ્યક્તિનું આગમન સ્વર્ગથી થયું છે કે નર્કથી?

Chanakya Niti Sutra, ચાણક્ય નીતિ સૂત્ર, વ્યક્તિના ,વ્યક્તિત્વ

સ્વર્ગ લોકથી આવેલા મનુષ્યની ઓળખઃ

1 – ચાણક્ય નીતિ અનુસાર, સ્વર્ગલોકથી પૃથ્વીલોક પર આવેલી વ્યક્તિ દાન (Daan) આપવાની પ્રવૃતિ ધરાવતી હોય છે. જો મનુષ્ય દાતા સ્વભાવનો હોય તો સમજી લેવું કે એ સ્વર્ગથી આવ્યો છે.

2. સ્વર્ગલોકથી આવેલા મનુષ્યની બીજી ઓળખ એ છે કે, એની વાણી (Speech) હંમેશાં મધુર હોય છે. આવો મનુષ્ય ક્યારેય એવું નહિં બોલે, જેનાથી અન્યને દુ:ખ પહોંચે!

3 – જે વ્યક્તિનું ચિત્ત ભગવદ્ભક્તિ (Bhakti)માં તથા પૂજા-પાઠમાં એકાગ્ર થતું હોય, એવા મનુષ્યોએ પણ સ્વર્ગથી આવીને પૃથ્વી પર જન્મ લીધેલો હોય છે.

4 – ચાણક્ય નીતિ અનુસાર, સ્વર્ગલોકથી આવેલા મનુષ્યો ક્યારેય બ્રાહ્મણો (Brahmin)નો ઉપહાસ કરતા નથી. એથી વિપરીત, આવા લોકો સદા બ્રાહ્મણોની સેવા કરી એમને તૃપ્ત કરે છે.

Chanakya Niti Sutra, ચાણક્ય નીતિ સૂત્ર, વ્યક્તિના ,વ્યક્તિત્વ

નર્ક લોકથી આવેલા મનુષ્યની ઓળખઃ

1 – ચાણક્ય નીતિ અનુસાર, નર્ક લોકથી પૃથ્વી પર આવેલા મનુષ્યને ઓળખવાની પહેલી નિશાની એ છે કે, તે પોતાના જ સગા-સંબંધીઓ સાથે શત્રુતા કરી બેસે છે.

2- નર્ક લોકથી આવેલા મનુષ્યને ઓળખવાની બીજી નિશાની એ છે કે, એ ક્રોધી (Angry) સ્વભાવનો હોય છે. આવી વ્યક્તિને નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય છે.

3 – જે લોકોની મિત્રતા (Friendship) ખરાબ આચરણ કરનારા અને નીચ કક્ષાના લોકો સાથે હોય છે, એવા મનુષ્યો પણ પૃથ્વી પર નર્ક લોકથી આવેલા હોય છે.

Chanakya Niti Sutra, ચાણક્ય નીતિ સૂત્ર, વ્યક્તિના ,વ્યક્તિત્વ

4 – ચાણક્ય નીતિ અનુસાર, જે કુળહીન વ્યક્તિ (Characterless)ની સેવા કરે છે એવો મનુષ્ય પણ નર્ક લોકથી પૃથ્વી પર આવેલો હોય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…