Not Set/ માત્ર M2M સીમ કાર્ડ્સના આંકડા જ ૧૦ માંથી ૧૩ થશે, અહી જાણો આખી વિગત શું છે

હાલ એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, 1 જુલાઈ 2018થી તમામ મોબાઈલ નંબર 13 આંકડાના થઈ જવાના છે. આ મેસેજમાં તમામ યુઝર્સના હાલના 10 આંકડાના મોબાઈલ નંબર પણ 13 આંકડાના થવાના છે તેવો દાવો કર્યો છે અને  લોકો આ મેસેજને ઝડપથી શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વાત તદ્દન […]

Tech & Auto

હાલ એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, 1 જુલાઈ 2018થી તમામ મોબાઈલ નંબર 13 આંકડાના થઈ જવાના છે. આ મેસેજમાં તમામ યુઝર્સના હાલના 10 આંકડાના મોબાઈલ નંબર પણ 13 આંકડાના થવાના છે તેવો દાવો કર્યો છે અને  લોકો આ મેસેજને ઝડપથી શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વાત તદ્દન ખોટી છે.

તમને ખબર હશે કે મોબાઈલ ફોન સિવાય ઈન્ટરનેટ પર ચાલતી અન્ય ડિવાઈઝ જેવી કે સ્વાઈપ મશીન, ઈલેક્ટ્રિસિટી મીટર ( જો કે ગુજરાતમાં હાલ આવા મીટર ક્યાંય નથી), વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ (કેટલીક કારમાં રહેલા જીપીએસ) માં પણ ઉપયોગમાં લેવાય છે. આ મશીનોમાં જે સીમ કાર્ડ લાગે છે, તેનો પણ એક નંબર હોય છે, જે હાલ 10 આંકડાનો છે.અને આ ૧૦ આંકડાનો નંબર ૧૩ આંકડાનો થવાનો છે.

મશીન ટૂ મશીન (M2M) એટલે આ ડિવાઈસને ઓનલાઈન કનેક્ટ કરવા માટે જે સિમ કાર્ડ વપરાય છે તેનું  ટેકનિકલ લેંગ્વેજમાં નામ આ છે.

જે નંબર 13 આંકડાના થવાની વાત છે તે માત્ર મશીન ટૂ મશીન (M2M)ને જ લાગુ પડે છે. આ અંગેના BSNLના ડોક્યુમેન્ટમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

આ શરૂઆત  1 જુલાઈથી થશે, અને 31 ડિસેમ્બર સુધીમાં આવી તમામ ડિવાઈસમાં લાગેલા સિમ કાર્ડના નંબર 13 આંકડાના થઈ જશે.

હાલ સ્માર્ટ ફોનમાં તમે જે સીમ વાપરી રહ્યા છીએ તેને આ ફેરફારથી કોઈ લેવાદેવા નથી.

શું છે M2M અને P2P મશીન

ટેકનિકલ ભાષામાં કહીએ તો M2M  એટલે મશીન ટૂ મશીન. મતલબ કે, એક મશીનને બીજા મશીન કે પછી સર્વર સાથે કનેક્ટ કરવા માટે જે સિમ કાર્ડ્સ ઉપયોગમાં લેવાય તે આ કેટેગરીમાં આવે છે.

P2P એટલે પર્સન ટૂ પર્સન. મતલબ કે, આપણે જે મોબાઈલ નંબરનો હાલ ઉપયોગ  કરીએ છીએ, અને સામે વાળા વ્યક્તિ સાથે વાત કરવા જે નંબર ડાયલ કરીએ છીએ તે આ કેટેગરીમાં આવે.

મહત્વનું છે કે હાલ માત્ર બીએસએનએલ કંપની જ એમટુએમ સીમના ૧૩ આંકડા કરવાનું લાગુ કરવાની છે.જો તમે  એમટુએમમાં બીએસએનએલ સિવાય કોઈ બીજી કંપનીના સીમ વાપરતા હશો તો  તેમાં કોઈ ફેર નહિ પડે.