@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
અરવલ્લી જિલ્લા ભાજપનો વહીવટ કોન્ટ્રાકટરો કરી રહ્યા હોવાનો અને અરવલ્લી ભાજપમાં અંગ્રેજો આવી ગયા હોવાનો બાયડ તાલુકા યુવા ભાજપનાં પૂર્વ ઉપ પ્રમુખે ફેસબુક પર વીર સાવરકરનાં લાઈવ કાર્યક્રમમાં બળાપો ઠાલવતા ચાલુ કાર્યક્રમમાં સોપો પડી ગયો હતો.

પ્રોત્સાહિત: કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત
વીર સાવરકર જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ગત તારીખ 28મી ને શુક્રવારે રાતે 8 કલાકે ડૉ. જીગર ઈમાનદાર નું ફેસબુક પર લાઈવ સંબોધન હતું અને યુવા અરવલ્લી આ કાર્યક્રમમાં લાઈવ જોડાયેલું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તરમાંથી ભાજપ સંગઠનના યુવા કાર્યકરો લાઈવ જોડાયા હતા. જેમાં બાયડ તાલુકામાંથી પણ કેટલાક યુવાનો લાઈવ જોડાયા હતા. જેમાં બાયડ તાલુકા યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકેલા એક કાર્યકરે કૉમેન્ટ બોક્સમાં લખ્યું કે અરવલ્લી જિલ્લા ભાજપનો વહીવટ કોન્ટ્રાકટરો કરી રહ્યા છે. અરવલ્લીમાં ભાજપમાં અંગ્રેજો આવી ગયા છે તેનું પણ જરાક જોજો સાહેબ ફેસબુક લાઈવ કાર્યક્રમમાં ભાજપનાં કાર્યકરે જ આવી કૉમેન્ટ મુકવાનું શરૂ કરતા યુવા અરવલ્લીનાં સભ્યો પણ મૂંઝવણ માં મુકાયા હતા. સોશિયલ મીડિયામાં ભાજપનાં જ કાર્યકરે કરેલી કૉમેન્ટના સ્ક્રીન શોર્ટ વાયરલ થતાં રાજકારણ ગરમાયુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

