Gandhinagar News: ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ (Recruitment Scam) બહાર આવ્યું છે. સરકારી નોકરી (Government Job)ની ભરતીમાં રૂપિયા આપીને નોકરી આપવાની ઠગાઈ કરવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Government Job)એ આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)નું કહેવું છે કે, GSRTC માં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી છે. રૂપિયા 97200ની નોકરી માટે એક યુવકે નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિયનને પૈસા આપ્યા હોવાનું જણાવ્યું છે. તેમની સાથે ભોગ બનનાર યુવક ગૌરાંગ ગજ્જર પણ જોડાયો હતો. ઠગાઈનો ભોગ બનતાં તેમણે વટવા પોલીસ સ્ટેશન અને ખોખરા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા ગયા હતા, પરંતુ તેમની ફરિયાદ ન સ્વીકારતા મામલો સામે આવ્યો છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે વાહન વ્યવહાર વિભાગમાં ભરતી કૌભાંડ અંગે નકલી નિમણૂક પત્ર, (સ્વીકૃતિ પત્ર) એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ વગેરે આપવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે ઉમેદવારે આ રજુઆત મુખ્યમંત્રીને પણ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. ભોગ બનનારા ઉમેદવારો છેલ્લા 6 મહિનાથી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાય છે, પરંતુ આજદિન સુધી ફરિયાદ નોંધાઈ નથી.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય આરોપી બોરસદનો રહેવાસી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિફોન રેકોર્ડિંગના પુરાવા પણ ઉપલબ્ધ છે. ઈમેલ દ્વારા નકલી નિમણૂક પત્રો પણ મોકલવામાં આવ્યા હતા. ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે એક સિનિયર અરજી પણ આપવામાં આવી હતી. અમે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પાસે માંગ કરીએ છીએ કે આ તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
ગૌરાંગ ગજ્જર, જે પીડિત છે અને આ ઘટનામાં ભોગ બન્યો છે. તેમણે જણાવ્યું કે અમદાવાદના કમ્પ્યુટર રિપેરમેન આશિષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો. આશિષ ક્રિશ્ચિયન તેને નોકરીની લાલચ આપીને બોલાવ્યો. પૈસાની લેવડદેવડ પછી તેને 100% નોકરી મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. તે 41 વર્ષનો હોવાથી, તેને મર્યાદામાં નોકરી મળી શકી નહીં, પરંતુ આશિષે તેને ખાતરી આપી કે તેને નોકરી મળશે. તેણે મુખ્ય આરોપી નિલેશ મકવાણાના ખાતામાં 97000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા. હવે નીલેશ મકવાણા ધમકીઓ આપી રહ્યો છે.
આ પણ વાંચો:સિવિલ કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડ, જાહેરાત આપ્યા વગર જ છેલ્લા 20 વર્ષમાં 297ની ભરતી
આ પણ વાંચો:વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યો આરોપ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક લિ.ની ભરતી પર સવાલો
આ પણ વાંચો:શાળા સહાયક’ની આઉટસોર્સિંગથી જગ્યા ભરાશે, ખાનગી એજન્સીઓ કરશે ભરતી
