Bharuch News: ભરૂચ જિલ્લાના વાગરા નજીક વિલાયત ભૂખી પુલ પર ગમખ્વાર માર્ગ અકસ્માત (Bharuch Accident) સર્જાયો હતો. દહેજ તરફ જઈ રહેલી અર્ટિગા કાર અચાનક કાબૂ બહાર જતાં પુલની ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનામાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક બાળક સહિત ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
દહેજ તરફ જતી કાર પુલ પરથી નીચે ખાબકી
મળતી માહિતી મુજબ, અર્ટિગા કાર દહેજ તરફ જઈ રહી હતી ત્યારે વિલાયત ભૂખી પુલ પર અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર પુલની ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી.કાર ઊંચાઈ પરથી નીચે પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત (Bharuch Accident)નો અવાજ સાંભળીને સ્થાનિક લોકો તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Bharuch Accident: કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત અન્ય ત્રણ મુસાફરોને પણ ઈજાઓ થઈ હતી.સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અકસ્મતની જાણ થતાં વાગરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સાથે જ અકસ્માત (Bharuch Accident) બાદ સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને નિયંત્રિત કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાર ચાલકે કયા સંજોગોમાં કાબૂ ગુમાવ્યો હતો, વાહનની ઝડપ કેટલી હતી અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.અકસ્મતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:વિધિના વિધાન કેવા?! ભરૂચમાં ભાઈના લગ્ન માટે ફૂલ લેવા ગયેલા યુવાનનું અકસ્માતમાં મોત
આ પણ વાંચો:ભરૂચના ઝઘડિયા GIDCમાં ગમખ્વાર અકસ્માત, આઇશર ટેમ્પો પલટી જતાં 30થી વધુ શ્રમિકોને ઇજા
આ પણ વાંચો:ભરૂચ વાગરાના સાંચણ પાસે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત
