Vadodara News/ વડોદરામાં લાંચ કેસમાં VMCના સુપરવાઈઝર અને સિપાઈને 3 વર્ષની સજા

Vadodara Bribery Case: વડોદરામાં પશુ ચરાવવાના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગવાના મામલે VMCના સુપરવાઈઝર અને સિપાઈને ત્રણ વર્ષની કેદ અને ₹25 હજારનો દંડ.

Top Stories Gujarat Vadodara
Vadodara Bribery Case: વડોદરામાં લાંચ કેસમાં VMCના બે કર્મચારીઓને 3 વર્ષની સજા

Vadodara News: વડોદરામાં પશુઓને ઢોર ડબ્બામાં પૂરવાની કાર્યવાહી ન કરવા બદલ લાંચ (Vadodara Bribery Case) માગવાના કેસમાં મહાનગરપાલિકાના સુપરવાઈઝર અને સિપાઈને અદાલતે ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. બંને આરોપીઓને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં પશુપાલક પાસેથી ₹15,000ની લાંચ લેવામાં આવી હોવાનો આરોપ હતો.

Vadodara Bribery Case: પશુ ચરાવવા બદલ ₹20 હજારની માગણી

કેસની વિગતો મુજબ, ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતા એક પશુપાલક 16 ઓક્ટોબર, 2018ના રોજ વિશ્વામિત્રી નદીના કોતરોમાં પશુ ચરાવતા હતા. તે દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સુપરવાઈઝર વિક્રમસિંહ મારુતિરાવ બોરાડે ત્યાં પહોંચ્યા હતા અને પશુઓને ઢોર ડબ્બામાં પૂરી દેવાની વાત કરી હતી.

ત્યારબાદ પશુપાલકના ઓળખીતા અને મહાનગરપાલિકાના વેરા વિભાગમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ રબારી મારફતે ખંડેરાવ માર્કેટ ખાતે મુલાકાત ગોઠવાઈ હતી. (Gujarat News)

રકઝક બાદ ₹15 હજાર નક્કી થયા

ફરિયાદ મુજબ, સુપરવાઈઝરે કાર્યવાહી ન કરવા માટે શરૂઆતમાં ₹20,000ની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે સિપાઈ મારફતે ₹15,000 આપવાનું નક્કી થયું હતું.

આ અંગે પશુપાલકે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવી હતી. ACB (ACB Trap)એ છટકું ગોઠવ્યું હતું, જેમાં ગોપાલભાઈ રબારી ફરિયાદી પાસેથી ₹15,000ની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ સુપરવાઈઝર વિક્રમસિંહ બોરાડે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

અદાલતે બંનેને ફટકારી સજા

આ કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને અદાલતે (Vadodara Court) બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. બંનેને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: ‘પોલીસને લાંચ આપવા ભીખ આપો’, પોસ્ટર લઈને રસ્તા પર ઉતરી માતા-દીકરો

આ પણ વાંચો: વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં 25 હજારની લાંચ લેતા મહિલા એન્જિનિયરના મિત્રની ધરપકડ

આ પણ વાંચો: વડોદરામાં લેબર લાયસન્સ માટે રૂ.70 હજારની લાંચ, બે શ્રમ અધિકારીઓ ACBના છટકામાં ઝડપાયા