BJP Internal Conflict: વડોદરા (Vadodara) ના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં ચર્ચામાં આવેલા ‘પત્રિકાકાંડ’ના મુખ્ય આરોપી અલ્પેશ લિંબાચીયાની ભાજપમાં પુનઃ એન્ટ્રી થતા સંગઠન અંદર અસંતોષ અને વિવાદ ઊભો થયો છે.
સસ્પેન્શન બાદ ફરી એન્ટ્રી
BJPદ્વારા અગાઉ સસ્પેન્ડ કરાયેલા અલ્પેશ લિંબાચીયાને હવે ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીના હસ્તે તેમનું સ્વાગત કરાયું હોવાનું જાણવા મળે છે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને વિરોધ બંને તેજ બન્યા છે.
શું હતો ‘પત્રિકાકાંડ’?
2023માં વડોદરામાં એક નનામી પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં તે સમયના મેયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ કેસમાં (BJP) અલ્પેશ લિંબાચીયાનું નામ સામે આવ્યું હતું, જેને પગલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના ભાજપની (BJP) આંતરિક શિસ્ત અને વિશ્વાસ પર મોટો પ્રશ્ન ઊભો કરનાર બની હતી.
BJPના પૂર્વ મેયરની નારાજગી
નીલેશ રાઠોડએ આ નિર્ણય પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમના મુજબ, જેમણે પક્ષ અને નેતૃત્વની છબી ખરાબ કરી હોય એવા વ્યક્તિને ફરી સ્થાન આપવું યોગ્ય નથી. તેમણે આક્ષેપ કર્યો કે આ નિર્ણય સ્થાનિક સ્તરે ચર્ચા કર્યા વગર લેવામાં આવ્યો છે અને સંગઠનને ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે.
સંગઠનનો જવાબ
શહેર સંગઠનના જણાવ્યા અનુસાર આ નિર્ણય પ્રદેશ સ્તરે લેવામાં આવ્યો છે. Jayprakash Soni એ જણાવ્યું કે, લાંબા સમયથી રજૂઆત બાદ અને ભવિષ્યમાં ભૂલ ન કરવાની ખાતરી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. પક્ષની પરંપરા મુજબ ભૂલ સુધારવાની તક આપવામાં આવે છે.
અન્ય નેતાઓની પ્રતિક્રિયા
સ્થાનિક ધારાસભ્યોએ આ મામલે જણાવ્યું છે કે ઉમેદવારી કે પક્ષમાં લેવો-ન લેવો એ સંગઠનનો વિષય છે અને નિર્ણય પક્ષના સ્તરે લેવામાં આવે છે.
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:વડોદરા ભાજપનાં વધુ એક આ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા…
આ પણ વાંચો:વડોદરા ભાજપનું સંગઠન માળખું જાહેર થતાં જ વિરોધના સૂર

