Gandhinagar News: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, IOT ટેકનોલોજીની મદદથી FSL માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના ‘હિટ એન્ડ રન કેસ’ના ડિટેક્શનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOT (Internet Of Things)ના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું કે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસની મદદથી ‘હીટ એન્ડ રન’ કેસમાં બનાવ સમયે વાહનની સ્પીડ મેળવી શકાય છે. ગુજરાતની FSL (Forensic Science Laboratory) આ ટેકનોલોજીની મદદથી માત્ર ગુજરાત (Gujarat)ના જ નહીં પરંતુ, દેશના અન્ય રાજ્યોના હિટ એન્ડ રન જેવા કેસ (Hit and Run Cases)ના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદના એક ચકચારી હિટ એન્ડ રન કેસમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો જેમાં આરોપીને હજુ જામીન મળી શક્યા નથી.
FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અદ્યતન ટેકનોલોજી (Technology)ની સુવિધા ઉપલબ્ધ છે.
તા. 31 જુલાઈ 2025ની સ્થિતિએ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વધુ વિગત આપતા તેઓએ જણાવ્યું કે, FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે.
ગૃહ રાજ્ય મંત્રી એ ઉમેર્યું કે, વાહનમાંથી મેળવેલા ડેટાના આધારે ગુન્હા સમયે વાહનનું જી.પી.એસ. લોકેશન, વાહન અથડાવવાથી થયેલી અસર, ટ્રીપની વિગત, વાહનમાં ખરાબી હોય તો તેની વિગત, વાહન સાથે કનેકટ થયેલા મોબાઇલ જેવા પેયર્ડ ડિવાઇસની વિગત જેમાં સ્ટોર થયેલ કોન્ટેકટ અને કોલ લોગની માહિતી મેળવી ગુન્હા સંબંધીત વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી શકાય છે.
આ પણ વાંચો:GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું
આ પણ વાંચો:6 સપ્ટેમ્બરે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ની ઉજવણી…રાજ્યભરમાં 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 2 દિવસ પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
