Gujarat IMD Update/ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદે વેર્યો વિનાશ..

આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 3 દિવસ પછી રાજ્યમાં વરસાદનું તીવ્રતા ઘટશે

Gujarat Top Stories Others Breaking News
HEAVY RAIN ALERT IN GUJARAT

Gujarat IMD Update:હવામાન વિભાગે (IMD)રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાંથી આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 3 દિવસ પછી રાજ્યમાં વરસાદનું તીવ્રતા ઘટશે.

બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદ, જનજીવન ખોરવાયું

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વાવ-થરાદના ખેતરો દરિયો બન્યા છે. સરહદી વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે. ખેતરોમાં રહેલા લોકોના મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક લોકોનું તંત્ર દ્વારા અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે અનેક રોડ-રસ્તા બંધ, અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે STના રૂટ પ્રભાવિત

અમદાવાદમાં સતત ત્રણ દિવસથી વરસાદને લઇ બસ સેવાને અસર પહોંચી છે. પાણી ભરાતા રાજ્યના 235 જેટલા STના રૂટ પ્રભાવિત થયા છે. હાઈવે-રોડ પર પાણી ભરાતાં ઘણા રૂટ બદલવાની ફરજ પડી છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ST રૂટને સૌથી વધુ અસર થઈ છે. થરાદના 102 રૂટ રદ, રાજ્યના 150 જેટલા રૂટ ડાયવર્ટ કરવામાંઆવ્યા છે. થરાદ ડેપોમાં પણ પાણી ભરાતા બસ સંચાલનમાં મુશ્કેલી ઉભી થઈ હતી.થરાદનું એક્સપ્રેસ સંચાલન ચાલુ છે, પરંતુ અન્ય સેવાઓ પર અસર થઈ છે. GPS સિસ્ટમ દ્વારા તમામ ST બસોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રાઇવરોને પાણી ભરાયેલા રૂટ અંગે સૂચનાઓ આપવામાં આવી છે.
કંટ્રોલ રૂમમાંથી રૂટનું નિરીક્ષણ અને સલામતી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં લીંબડી સેવાસદન જવાના રસ્તા પાણીમાં ગરકાવ 

રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. પાણી ભરાતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેર સહિત આસપાસમાંથી આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તે સિવાય સેવાસદન આવતા અરજદારો, મહિલાઓ, વૃદ્ધોને પણ હાલાકી ભોગવવી પડે છે. દર વર્ષે ચોમાસામાં સેવા સદન ખાતે પાણી ભરાય છે.  આમ તંત્ર દ્વારા કોઈ જ પગલા ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ઉપરાંત આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાંઆવી છે.

જામનગરમાં સામાન્ય વરસાદમાં જ રોડ-રસ્તાની હાલત કફોડી

જામનગરમાં કાલાવડ નાકાથી નુરી ચોકડી સુધીનો રસ્તો જર્જરિત હાલતમાં છે. જેમાંકોર્પોરેટરોએ કરેલ અનેક રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે.
જેને લઈને સ્થાનિકોનેસાથે રાખી કોર્પોરેટરોએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે જાહેર રોડ પર પડેલા ખાડાને પાટા પીંડી કરી અનોખો વિરોધ કર્યો હતો. તે સિવાય જાહેર રોડ પર પડેલા ખાડા વચ્ચે કેક કાપી અનોખો વિરોધ કર્યો હતો. તેમણે તાત્કાલિક રોડનું કામ કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

[fvplayer id=”98″]
અંજારના ટપ્પર ડેમના 7 દરવાજા ખોલાયા

અંજારના ટપ્પર ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા 14માંથી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે આસપાસના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની શક્યતા ઉભી થઈ છે. ભચાઉના ચીરઈ નાની અને ચીરઈ મોટી સહિત ટપ્પર, પશુડા અને ભીમાસર ગામના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરવામાં આવી છે.

ખેડાના સાબરમતી નદીમાં પૂર

[fvplayer id=”97″]

ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પાણી ફરી ગામોમાં ઘૂસતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પથાપુરા, રસિકપુરા અને કલોલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. NDRFની ટીમે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે. પોલીસ અને જિલ્લા પ્રશાસન રાતથી જ કામગીરીમાં લાગ્યા છે. લોકો માટે ફૂડ પેકેટ અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરવાસમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે.

બનાસકાંઠામાં ખેતરોમાં પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરો દરિયા સમાન બન્યા છે. વાવ અને થરાદ તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખેતરોમાં આવેલા મકાનો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા છે. અવિરત વરસાદે સરહદી વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. ઘણા માર્ગો બંધ થઈ ગયા છે અને અનેક ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

બનાસકાંઠાના નેનાવા માર્કેટ યાર્ડ નુકસાન

[fvplayer id=”96″]

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા બોર્ડર નજીક આવેલા બનાસ કૃષિ માર્કેટ યાર્ડમાં ભારે પવનના કારણે બનાવેલા શેડના પતરા ઉડી ગયા. જોરદાર પવનના કારણે આ નુકસાન થયું હોવાનું અનુમાન છે. ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા આ માર્કેટ યાર્ડમાં પવનના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાથી વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

ખંભાત દરિયામાં ભેંસો તણાઈ

આણંદ જિલ્લાના ખંભાત દરિયામાં એક દુર્ઘટના સર્જાઈ, જેમાં આશરે 50 જેટલી ભેંસો તણાઈ ગઈ હોવાના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદની સાબરમતી નદીમાંથી છોડાયેલું પાણી ગલીયાણા અને ગોલાણા થઈ દરિયામાં પહોંચી રહ્યું છે. પાણીના વધતા પ્રવાહને પગલે ખંભાત તથા તારાપુરના અનેક ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકાયા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખંભાતનું હોવાનું કહવામાં આવ્યું છે પરંતુ મંતવ્ય ન્યૂઝ આ વિડિયોના સ્થળની પૃષ્ટિ કરતું નથી.

ભિલોડાનું મેરઠ તળાવ ઓવરફ્લો

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભૂતાવળ ગામે મેરઠ તળાવ ઓવરફ્લો થતા પ્રોટેક્શન દિવાલના એક ભાગમાં ગાબડું પડ્યું છે. આથી ગામમાં પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ભૂતાવળ ગ્રામ પંચાયતે તકેદારી માટે જાહેર નોટિસ જાહેર કરી છે અને ગામજનોને જરૂરી સામાન સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો

[fvplayer id=”95″]
વડોદરામાં ધોધમાર વરસાદને કારણે કોટેશ્વર, સમૃદ્ધિ મેન્શન અને કાંસા રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં જીવન મુશ્કેલ બન્યું હતું. મંતવ્ય ન્યૂઝ દ્વારા નાગરિકોની હાલત અંગે ધારદાર અહેવાલ પ્રસારિત થતા મનપા તંત્ર હરકતમાં આવ્યું. મનપા કમિશનર પોતે બોટ દ્વારા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ. સવાર-સાંજ 1100 ફૂડ પેકેટ અને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું.
સાથે જ બીમાર લોકોને દવાઓની વ્યવસ્થા પણ કરાઈ. નાગરિકોએ સત્વરે સહાય માટે મનપા તેમજ મંતવ્ય ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો.

સુરત પુણા ઉમરપાડામાં વૃક્ષ ધરાશાયી, કારને ભારે નુકસાન

સુરતના પુણા ઉમરપાડા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ સીધું જ એક પાર્ક કરેલી કાર પર પડી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

[fvplayer id=”94″]

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર દોડી જઈ કામગીરી શરૂ કરી. ફાયર વિભાગ દ્વારા વૃક્ષ કાપી રોડ પરથી હટાવવામાં આવ્યું, જેથી માર્ગ પરનો ટ્રાફિક જામનો નિકાલ કારવાયો.

સ્થાનિકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

સાબરમતી પૂરે પ્રોટેક્શન વોલની માંગ

ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરે ફરી એકવાર ગામડાઓમાં ભારે નુકસાન સર્જ્યું છે. પથાપુરા અને રસિકપુરા ગામમાં ખેતી અને મકાનોને મોટાપાયે નુકસાન થયું છે. 10 દિવસમાં બીજીવાર પૂરનું પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ તંત્ર  સમક્ષ પ્રોટેક્શન વોલ બનાવવા માગણી કરી છે જેથી દર વર્ષે આવતી કુદરતી આફતમાંથી ગામોને બચાવી શકાય. સરકારે તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

ખેડાના ગામમાં સાબરમતી ઘૂસી

ખેડા જિલ્લાના રસિકપુરા અને પથાપુરા ગામમાં સાબરમતી નદીનું પાણી ઘૂસી ગયું છે. કલોલી ગામની 2000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 500થી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે. છેલ્લા 20 કલાકથી ગામમાં પાણી ભરાયેલા છે. સ્થાનિક આગેવાનો દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને જરૂરી સહાય પહોંચાડવામાં આવી રહી છે.

વરસાદે શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગ(IMD)દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ આ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આકસ્મિક રજા જાહેર થતા વાલીઓએ રાહત અનુભવી છે. જેના કારણે નદી-નાળા છલકાતા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

[fvplayer id=”93″]

અરવલ્લીમાં દુર્ઘટના

બાયડ નજીક વારાસી નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક સવાર તણાઈ ગયો. મામલતદાર અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી.

રાજકોટમાં આનંદ અને ઠેર ઠેર ખાડા વાહનો ફસાયા 

ભાયાવદર ખાતે ભૂગર્ભ ગટરના ખાડા ન પુરાતા વાહનચાલકોના વાહનો ફસાવાની ઘટના બની. આના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા.

[fvplayer id=”92″]

બીજી તરફ ધોરાજીમાં વરસાદ બાદ પંચનાથ મહાદેવ મંદિર પાસે ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

અમદાવાદમાં નિકાસની સમસ્યા યથાવત.. 

વરસાદ બંધ થવા છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ઊતર્યું નથી. નિકોલના મધુમાલતી આવાસમાં ગટરના પાણી અને વરસાદી પાણી ભરાતા નાગરિકો પરેશાન છે. ઈસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન માટે કરાયેલા દાવાઓ પોકળ સાબિત થયા છે.

કચ્છમાં વરસાદી તબાહી

કચ્છમાં ભારે વરસાદને કારણે 9 ડેમ ભરાયા છે. સૂઈ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ. ગાંધીધામમાં 3 ઇંચ વરસાદ પડતાં રેલવે સ્ટેશન વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયો. મોડવદર-મીઠીરોહર રસ્તો પાણી ભરાવાને કારણે બંધ કરાયો. સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. સામખિયાળી સૂરજબારી નજીક નેશનલ હાઈવે નં. 41 પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામ સર્જાયો.

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં પાણી ઘૂસતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ.

દાંતા-અંબાજીમાં વરસાદથી ચેકડેમ, નદી-નાળા છલકાયા અને કોઝવે પાણીમાં ગરકાવ થયા.

ડેમ-નદી ઓવરફ્લો અને એલર્ટ

દાંતીવાડા ડેમમાં 14,655 ક્યુસેક પાણીની આવક થતાં વ્હાઈટ એલર્ટ જાહેર કરાયું. સુઈગામ અને થરાદ ખાતે SDRF તથા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી.

ભારે વરસાદથી રસ્તાઓ અવરોધિત

દાંતા-મંડાલી રોડ પર ભારે પવન સાથે વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર ઠપ થયો. ઢીમા-માવસરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા નાના વાહનોની અવરજવર અટકી ગઈ. ડીસાના ભીલડી ગામમાં શાળા અને ગોગા મઢ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતા એક મહિના સુધી બાળકો અભ્યાસથી વંચિત રહ્યા.

દાંતીવાડા ડેમમાં તંત્રની બેદરકારી

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી 590.45 ફૂટે પહોંચી છે. હજારો લોકો ડેમના પાળ પર સેલ્ફી લેતા જોવા મળ્યા હતા, છતાં તંત્રની સૂચનાનું પાલન ન થયું. જો અઘટિત ઘટના બને તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે પાણીનું સ્તર વધી ગયું છે. સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક-વે આજે પણ લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે. શહેરવાસીઓને નદીકાંઠે ન જવાની તાકીદ કરવામાં આવી છે.

AMC સ્ટાફ કરાયો તૈનાત 

સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોમાં પોલીસ અને AMC નો સ્ટાફ મુકાયો છે.

ફાયર બ્રિગેડની ટીમો એલર્ટ પર છે.

શહેરની નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સામે વોર્ડ સ્તરે તૈયારી રાખવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અસર

બનાસકાંઠા અને સાબરકાંઠાના ગામડાંઓમાં વરસાદી પાણીના કારણે ખેતરો ડૂબી ગયા છે. રસ્તાઓ પર કાદવ ફેલાતા પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખેડૂતો ચિંતામાં છે કે પાકને ભારે નુકસાન થશે.

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વાર ત્રાટકવા તત્પર છે. હવામાન વિભાગ(IMD)ની આગાહી પ્રમાણે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં વધેલા પાણીના સ્તરને કારણે રિવરફ્રન્ટ બંધ રાખવામાં આવ્યું છે. તંત્ર સતર્ક છે, પરંતુ લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.

હવામાનશાસ્ત્રીના મતે, ત્રીજા દિવસ પછી વરસાદનું તીવ્રતા ઘટવાની શક્યતા છે. આજે એટલે કે 8 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, ત્રીજા દિવસ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે.

સરેરાશથી વધુ વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીના સરેરાશ કરતાં 23% વધુ વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં ભારે પવન અને તોફાની દરિયાની શક્યતાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત